For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2015 સુધી ગુજરાતને હિન્દુ રાજ્ય બનાવીશું: પ્રવિણ તોગડિયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pravin-togadia
ગાંધીનગર, 1 એપ્રિલ: વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાએ રવિવારે દાવો કર્યો હતો કે આગામી બે વર્ષોમાં ગુજરાતના બધા જ 1800 ગામડાઓમાં પોતાની હાજરી નોંધવા ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ 2015 સુધી ગુજરાતને હિન્દુ રાજ્ય જાહેર કરશે.

વિશ્વ હિન્દુ પરિષદના આંતરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે હિન્દુ સંગમમાં કહ્યું હતું કે બે વર્ષોમાં વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના 18 ગામડાંઓમાં હાજરી નોંધાવીશું અને વર્ષ 2015 સુધી અમે ગુજરાતને હિન્દુ રાજ્ય જાહેર કરી દઇશું. વિશ્વ હિન્દુ પરિષદે હિન્દુઓની સુરક્ષા અને સમૃદ્ધિ માટે હિન્દુ અગ્રેસર નામનું આંદોલન શરૂ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આંદોલનનું લક્ષ્ય ગામડાંઓ, શહેરો, નગરો અને આદિવાસી વિસ્તારોમાં હિન્દુઓ સુધી પહોંચવાનો છે.

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ કહ્યું હતું કે દુનિયામાં મુસલમાનોનું નામ લઇએ તો અરબ દેશો એકજુટ થઇ જાય છે, ઇસાઇ પર હુમલો થાય તો દુનિયા માનવ અધિકારી પર સંકટ બતાવે છે પરંતુ હિન્દુ પર હુમલો થાય તો કોઇ પણ તૈયાર થતું નથી. મોહંમદ પૈગંમ્બરનું કાર્ટૂન છપાતાં આખી દુનિયાના મુસ્લિમ સમુદાયે હંગામો મચાવ્યો હતો તો બીજી તરફ ફિઝા હુસૈને હિન્દુ દેવી-દેવતાઓના અશ્લિલ ચિત્રો બનાવ્યા ત્યારે કોઇ બોલવા તૈયાર થયું નહી.

સુરક્ષિત હિન્દુનો મુદ્દો ઉઠાવતાં પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે સુરક્ષિત રહેવા માટે સમૃદ્ધ બનવા માટે હિન્દુઓને સાચી રીતે સક્રિય હિન્દુ બનીને તૈયાર રહેવું પડશે. જો કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગેરહાજરી ચર્ચાનો વિષય હતી કારણ કે જે વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો હતો તે નરેન્દ્ર મોદીની વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. ભૂતકાળમાં ગાંધીનગર અને અમદાવાદમાં ગેરકાયદેસર મંદિરો તોડવા સહિતના મુદ્દાઓ પર નરેન્દ્ર મોદી અને વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચે ઘર્ષણ થયું છે.

English summary
VHP will declare Gujarat a "Hindu state" by 2015 besides having its presence in all 18,000 villages of the state in the next two years, the outfit's leader Pravin Togadia claimed on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X