શું તમે ગાંધીનગરમાં રહો છો? તો આ સમાચાર તમારા કામના છે...

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આગામી 9 થી 13 જાન્યુઆરી 2017 સુધી વાઇબ્રન્ટ ગુજરાત સમીટ યોજાવાની છે. જે માટે કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને દુનિયાભરના વિવિધ દેશોની તમામ મોટા પ્રતિનિધિઓ હાજરી આપવાના છે. ત્યારે સુરક્ષા કારણોને જાતો આ અવસર પર ગાંધીનગરમાં ટ્રાફિક પોલિસ દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

vibrant gujarat


તો જો તમે ગાંધીનગરમાં રહેતા હોવ કે આ દરમિયાન ગાંધીનગરની મુલાકાતે હોવ તો આ સમાચાર તમારા કામમાં આવી શકે છે. ટ્રાફીક વ્‍યવસ્‍થા અને પાર્કીંગ કમીટીના ચેરમેન કમિશનર રવિશંકરે આજે પત્રકાર પરિષદને સંબોધીને આ અંગે માહિતી આપી હતી. ત્યારે આ મુજબ કયા રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની વિગતવાર જાણકારી મેળવો અહીં....

gandhinagar


પાર્કિંગ વ્યવસ્થા
તારીખ 9 થી 13 વચ્ચે વાયબ્રન્ટ સમીટના કારણે સરકાર દ્વારા 14 જેટલા અલગ અલગ સ્થળે 16 હજાર જેટલા વહાનો પાર્ક થઇ શકે તે માટે કેટેગરી વાઇઝ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

કલર રોડ મુજબ ટ્રાફિક વ્યવસ્થા
કમિશનર જણાવ્યું કે વાહનો માટે કલર કોડ પ્રમાણે ટ્રાફીક વ્‍યવસ્‍થા અને પાર્કીંગની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. 16 જેટલી એઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ ટ્રાફીકનું સંકલન કરશે. ગાંધીનગર જિલ્‍લા પોલીસ વડા શ્રી વિરેન્‍દ્રસિંહ યાદવે જણાવ્‍યું હતું કે પાર્કીંગ ઝોન, નોન-પાર્કીંગ ઝોન અને ડાયવર્ઝન સહિત મહત્વના સ્‍થળો નિયત કરવામાં આવ્‍યા છે. અને જવા માટે કુલ 64 જેટલી ખાનગી બસો દ્વારા ફેરી સર્વિસનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે માટે 1400 જેટલા કર્મચારીઓ ટ્રાફીક-પાર્કીંગ વ્‍યવસ્‍થાનું સંકલન કરશે.

ડાયવર્ઝન
ભારે વાહનો લેકાવાડા-ચાર રસ્‍તાથી ડાયવર્ઝન આપીને પાલજ, બાસણ સર્કલથી લવારપુર ડાયવર્ટ કરાશે. ગાંધીનગરના રહીશોને સેકટર ટુ સેકટર જવા માટે કોઇ તકલીફ પડશે નહી, ઉવારસદ ચોકડી ભારે વાહનો માટે ડાયવર્ઝન કરવામાં આવ્‍યું છે, એસ.ટી. બસોમાં મુસાફરો માટે પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. મીડિયા કર્મીઓને વિવિધ ઇવેન્‍ટના કવરેજ માટે પોલીસ દ્વારા નોડલ ઓફીસર દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે ગાંધીનગરના શહેરીજનો માટે સ્‍કૂલના બાળકો, દૂધના વાહનો તથા એમ્‍બ્‍યુલન્‍સ સેવામાં કોઇ તકલીફ ના પડે તેની ખાસ તકેદારી લેવામાં આવી છે.

English summary
Vibrant Gujarat Summit 2017: If you are staying at gandhinagar, then this news will help you. Read here more.
Please Wait while comments are loading...