For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013 ટેક્નોલોજીના ઉપયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ બનશે

|
Google Oneindia Gujarati News

vgs-2013-logo
ગાંધીનગર, 1 જાન્યુઆરી : ગુજરાતને ઔદ્યોગિક અને કૃષિક્ષેત્રે સમગ્ર દેશમાં આદર્શરૂપ બનાવવાનું સ્વપ્ન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જોઇ રહ્યા છે. આ સ્વપ્ન સાકાર કરવા દર બે વર્ષે યોજવામાં આવતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દર વર્ષે પ્રગતિ સૂચક બાબતોનો ઉમેરો થતો રહ્યો છે. આ વર્ષે તેમાં ઇકો ફ્રેન્ડલી તત્વ ઉમેરાયું છે. એટલે કે આ વર્ષની બિઝનેસ સમિટમાં કાગળનો લઘુત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે "સર્વાંગી, લાંબાગાળાના અને ઝડપી વૃધ્ધિ ધરાવતું ગુજરાત વૈશ્વિક સ્તરે રહેવાલાયક અને વેપાર કરવા લાયક બન્યું છે." આ વર્ષે છઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013 માટે પણ વિશેષ તૈયારીઓનું આયોજન કરવામાં આવ્યું છે. વિક્રમી એમઓયુની ધારણા ઉપરાંત આ વર્ષે ત્રણ દિવસ સુધી ભારતનું સૌથી મોટું બિઝનેસ પ્રદર્શન યોજાશે.

મહત્વની બાબત એ છે કે 11થી 13 ડિસેમ્બર દરમિયાન યોજાનારું સંમેલન ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેપરલેસ એટલે કે કાગળનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એવી રીતે યોજવામાં આવશે. આમ કરવાનો ઉદ્દેશ પર્યાવરણના બચાવની સાથે સમગ્ર પ્રક્રિયા વધારે સરળ અને તુમારશાહી વિનાની બનાવવાનો છે.

રાજ્યના મુખ્ય સચિવ(ઉદ્યોગ) મહેશ્વર સાહૂએ જણાવ્યું કે "દેશના સૌથી મોટા બિઝનેસ એક્ઝિબિશન અંગે વાત કરીએ તો અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 90,000 ચોરસ મીટરમાં યોજાયું છે. હવે ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં એક લાખ ચોરસ મીટર વિસ્તારમાં યોજવામાં આવનાર છે."

આ અંગે ઇન્ડસ્ટ્રીયલ એક્ટેન્શન બ્યુરો (ઇન્ડેક્સ્ટ બી)ના ચેરમેન મુકેશ કુમારે જણાવ્યું કે "અમે સમગ્ર ઇવેન્ટને પેપરલેસ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જે માટે એક વિશેષ પોર્ટલ, સેમિનાર ઉપરાંત વેપાર મુલાકાતો માટે મોબાઇલ ફોન એપ્લિકેશન્સ, ઓનલાઇન રજિસ્ટ્રેશન્સ, ટ્રાવેલ અને એકોમોડેશન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે."

આ સંમેલનની વેબસાઇટ Vibrantgujarat.com પર તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ માત્ર એમઓયુ સાઇન કરવામાં અને સેમિનારમાં જ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. વિવિધ ફોન યુઝર્સ માટે એન્ડ્રોઇડ અને આઇઓએસ આધારિત એપ્લિકેશન્સ તૈયાર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં યોજાયેલી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની આ છઠ્ઠી એડિશન છે. વર્ષ 2011માં યોજાયેલી સમિટમાં રૂપિયા 20.8 લાખ કરોડના કુલ 8,860 એમઓયુ કરવામાં આવ્યા હતા.

English summary
Vibrant Gujarat Summit 2013 will be the best example of the use of technology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X