
વાઇબ્રન્ટ ગુજરાત 2015: દિગ્ગજોએ આ પ્રસંગે શું કહ્યું વાંચો...
ગાંધીનગર, 11 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગાંધીનગર ખાતે સાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદઘાટન કર્યું. વાઇબ્રન્ટ ગુજરાતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, અમેરિકાના વિદેશ મંત્રી જ્હોન કેરી, આદિત્ય બિરલા સમૂહના ચેરમેન કુમાર મંગલમ બિરલા, સુઝુકી મોટર્સના નવા ચેરમેન ઓસામુ સુઝુકી, ભૂતાનના પીએમ શેરિંગ તોગબે સહિત 100 દેશોના પ્રતિનિધિયોએ હાજરી આપી હતી.
દિગ્ગજોએ આ પ્રસંગે શું કહ્યું વાંચો...
અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરી:

બ્રિટેનના મંત્રી ઇઆન લિવિંગસ્ટન:
આ અવસરે બ્રિટેનના મંત્રી ઇઆન લિવિંગસ્ટને જણાવ્યું કે 'ગુજરાતમાં કોઇ ડિપ્લોમેટિક મિશન શરૂ કરનાર બ્રિટન પહેલો દેશ છે, બ્રિટેન અને ભારતની ભાગીદારીને કોઇ હરાવી ના શકે, અમે ભારતની સાથે એક મજબૂત ભાગીદારીની આશા સેવીએ છીએ.'
ભૂતાનના પીએમ શેરિંગ તોગબે:
ભૂતાનના પીએમ શેરિંગ તોગબેએ આ પ્રસંગે હિન્દીમાં ભાષણ કર્યું. તેમણે જણાવ્યું કે 'મે મોદીજીને જણાવ્યું હતું કે હું પણ ધાર્મિક યાત્રા માટે વારાણસી અને બોધગયા જઇશ. પરંતુ અમારા માટે ધાર્મિકની સાથે સાથે આર્થિક યાત્રા પણ જરૂરી છે, માટે હું અત્રે આર્થિક યાત્રા પર આવ્યો છું.'
આદિત્ય બિરલા સમૂહના ચેરમેન કુમાર મંગલમ બિરલા:
આદિત્ય બિરલા સમૂહના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું કે ગુજરાત અમારા માટે સૌથી પસંદગીનું સ્થળ છે. તેમણે જણાવ્યું કે, સાહિત્ય બિરલા સમૂહ ગુજરાતમાં સીમેંટ અને અન્ય કારખાનાઓના વિસ્તારમાં 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.સુઝુકી મોટર્સના ચેરમેન ઓસામુ સુઝુકી:
સુઝુકી મોટર્સના ચેરમેન ઓસામુ સુઝુકીએ જણાવ્યું કે 'ગુજરાતમાં યોગ્ય માળખાગત સુવિધા તથા અન્ય પ્રદેશોના મુકાબલે નિર્ણય પ્રક્રિયા સારી હોવાના કારણે અમે અત્રે નવા કારખાના ખોલવા માટે આ રાજ્યની પસંદગી કરી છે.'
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી:
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમોથી દેશમાં એક નવો ઉત્સાહ આવ્યો છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વૃદ્ધિ કરનારી અર્થવ્યવસ્થા બની શકે છે. તેમણે જણાવ્યું કે 'રિલાયન્સ ગુજરાતમાં 100,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.'