For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સુરતમાં મહિલા બેંક અધિકારીને પોલિસકર્મીએ બ્રાન્ચમાં ઘૂસીને માર્યા, વીડિયો વાયરલ

ગુજરાતના સુરત શહેરમાં એક બેંકની અંદર મહિલા બેંકકર્મી સાથે જે રીતે મારપીટનો કેસ સામે આવ્યો છે તેણે બેંકકર્મીઓની સુરક્ષા વિશે મોટ સવાલ ઉભા કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

નોટબંધી હોય કે પછી લૉકડાઉન દેશમાં જ્યારે પણ બેંકકર્મીઓના ખભે મોટી જવાબદારી આવી છે. તેમણે સતત દિવસરાત કામ કરીને દેશની સેવા કરી. પરંતુ ગુજરાતના સુરત શહેરમાં એક બેંકની અંદર મહિલા બેંકકર્મી સાથે જે રીતે મારપીટનો કેસ સામે આવ્યો છે તેણે બેંકકર્મીઓની સુરક્ષા વિશે મોટ સવાલ ઉભા કરી દીધા છે. સુરતના સરોલીમાં કેનેડા બેંકમાં મહિલાકર્મીને એક પોલિસકર્મીએ તેમની બેંકમાં ઘૂસીને તેમની સાથે મારપીટ કરી. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરસ થઈ રહ્યો છે. લોકો પોલિસકર્મી સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ ઘટનાની માહિતી લીધી છે.

હું ખુદ આના પર નજર રાખીશ

હું ખુદ આના પર નજર રાખીશ

નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને લખ્યુ કે મે સુરતના ડીએમ ડૉક્ટર ધવલ પટેલ સાથે ફોન પર વાત કરી છે. તે હાલમાં રજા પર છે પરંતુ તેમણે આશ્વાસન આપ્યુ છે કે તે આ બાબતે ત્વરિત કાર્યવાહી કરશે. નાણામંત્રીએ કહ્યુ કે આ બાબતે હું નજર રાખીશ. હું બધા બેંકકર્મીઓ તેમજ સ્ટાફની સુરક્ષાનુ આશ્વાસન આપવા ઈચ્છુ છુ કારણકે તે આપણા માટે ઘણુ મહત્વનુ છે. તમામ પડકારો વચ્ચે બેંક પોતાની સેવાઓ લોકોને આપી રહ્યા છે. એવામાં બેંકકર્મીઓની સુરક્ષા અને સ્વાભિમાનને કોઈ પણ પ્રકારનો ખતરો ન હોવો જોઈએ.

નાણામંત્રીએ આપ્યા તપાસના આદેશ, કૉન્સ્ટેબલ થશે સસ્પેન્ડ

નાણામંત્રીએ આપ્યા તપાસના આદેશ, કૉન્સ્ટેબલ થશે સસ્પેન્ડ

નાણામંત્રીએ કહ્યુ કે મારા કાર્યલયે કમિશ્નર ઑફ પોલિસ બ્રહ્મભટ્ટ સાથે વાત કરી છે. તેમણે ખુદ આ વાતનુ આશ્વાસન આપ્યુ છે કે તે ખુદ બેંકની બ્રાન્ચ જશે અને સ્ટાફની સુરક્ષાને સુનિશ્ચિત કરાવશે. સાથે જ તેમણે ભરોસો અપાવ્યો કે આરોપી કૉન્સ્ટેબલને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવશે. માહિતી અનુસાર કૉન્સ્ટેબલ સંતોષ બેંકની પાસબુક અપડેટ કરાવવા માટે ગયો હતો પરંતુ બેંકનુ પ્રિન્ટર બરાબર ન હોવાના કારણે તેમનુ કામ થઈ શક્યુ નહિ ત્યારબાદ તે મહિલા અને અન્ય કર્મચારી સાથે કેબિનમાં ઘૂસીને તેમની સાથે મારપીટ કરે છે.

કૉન્સ્ટેબલે મહિલા અધિકારીને માર્યા

વીડિયોમાં જોઈ શકાય છે કે કૉન્સ્ટેબલ મહિલાકર્મીને ધક્કો મારીને જમીન પર પાડી દીધા છે. તે એટલો જોરથી ધક્કો મારે છે કે મહિલા દૂર જઈને પડી જાય છે. ઘટના બાદ બધા બેંકકર્મી ભેગા થાય છે અને તે પોલિસકર્મીોનો વિરોધ કરવા લાગે છે પરંતુ કૉન્સ્ટેબલને કોઈ ફરક પડતો નથી અને તે પોતાનુ પોલિસ આઈડી કાર્ડ બતાવીને રૂઆબ બતાવવાની કોશિશ કરે છે. બેંકકર્મઈઓની યુનિયને કૉન્સ્ટેબલ સામે એફઆઈઆર નોંધાવી છે. વળી, રાષ્ટ્રીય મહિલા પંચે પણ આ ઘટનાની માહિતી લીધી અને આશ્વાસન આપ્યુ છે.

મિઝોરમમાં સતત ત્રીજા દિવસે આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1મિઝોરમમાં સતત ત્રીજા દિવસે આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1

English summary
Video: A woman bank officer thrashed by policeman in the branch, Nirmala Sitharaman in action.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X