For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: ગુજરાતની આજી નદીમાં આવ્યું પૂર, ભગવાન મહાદેવનું મંદિર ડૂબ્યું

વડોદરા, રાજકોટ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. નદી, તળાવ અને ડેમ બધા પાણીથી ભરાયા છે.

|
Google Oneindia Gujarati News

વડોદરા, રાજકોટ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. નદી, તળાવ અને ડેમ બધા પાણીથી ભરાયા છે. અહીં આજી નદીમાં પૂરને કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર રામનાથ મહાદેવ મંદિર પણ પૂરના કારણે ડૂબી ગયું છે. મંદિરની આજુબાજુ પાણી દેખાય છે. પત્રકાર પાસેથી પ્રાપ્ત વિડિયોમાં, તમે જોઈ શકો છો કે ફક્ત મંદિરની ટોચ જ બાકી છે.

રાજકોટના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા

રાજકોટના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા

રાજકોટ શહેરમાં લક્ષ્મીનગર, રેલનગર સહીતના અન્ડરબ્રીજમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટીંગ યાર્ડ પણ બંધ છે. મ્યુનિસિપલ કમિશનરે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. અહીંથી પસાર થતી અનેક ટ્રેનો અને બસોને રદ કરવામાં આવી છે.

કલેક્ટરે આર્મીના જવાનોની મદદ માંગી

કલેક્ટરે આર્મીના જવાનોની મદદ માંગી

જિલ્લાના ઘણા ગામોમાં એનડીઆરએફ અને એસવીઆરએફની ટીમો અસરગ્રસ્ત લોકોને મદદ કરવામાં લાગેલી છે. જો કે, દરેક જગ્યાએ પહોંચવું મુશ્કેલ છે. જેના કારણે કલેકટરે આર્મીના જવાનોની મદદ માંગી છે. 50 સૈનિકોની ટીમ રાજકોટ જવા રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ઘરેથી ન્હાવાં નીકળેલા બાળકો ડૂબ્યાં

ઘરેથી ન્હાવાં નીકળેલા બાળકો ડૂબ્યાં

રાજકોટમાં જ મામાના ઘરે ફરવા આવેલા બે સાગા ભાઈઓ સહિત 3 બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઢાંઢણી ગામના રહેનારા કરણ અને અર્જુન વાઘેરા નામના બે ભાઈઓ તેમના મામાના ઘરે ફરવા આવ્યા હતા. બપોરે એક વાગ્યે સમીર મકવાણા સહિતના અન્ય કિશોર સાથે બંને ઘરની બહાર નીકળ્યા હતા, પરંતુ સાંજ સુધી ચારેય પરત ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પછી તેમાંથી એક કિશોર પરત ફર્યો. તેણે કહ્યું કે તેઓ સવન ફ્લેટ નજીક નહાવા ગયા હતા. તે વિસ્તારમાં ઘણું પાણી ભરાયેલું છે.

English summary
Video: Gujarat Ramnath mahadev temple drown in water due to rain floods
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X