વીડિયો: અમદાવાદ વેપારીનું અપહરણ, સીસીટીવી કેદ થયું

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં ક્રાઇમની ઘટનાઓ અવાર નવાર થતી રહે છે. ત્યારે પૈસાની લેતી-દેતી મામલે અમદાવાદના સરદારનગરમાં આવેલી સિયાપિયા હોટલના માલિકનું તેની જ હોટલમાંથી ઉઠાવીને અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ અપહરણની ઘટના પાસેના સીસીટીવીમાં કેદ થઇ હતી.

kidnap

આ ફૂટેજમાં સાફ સાફ જોવા મળી રહ્યું છે કે અપહરણકારો ગાડીમાં હોટલના માલિક સોનુને બળજબરીપૂર્વક બેસાડીને ગણતરીની સેંકડોમાં ભાગી જાય છે. નોંધનીય છે કે રવિવારના રાતે 11.30 વાગ્યાની આસપાસ કુબેરનગરમાં આવેલી સિયાપિયા હોટલના માલિક સોનુ ટહેલરામણી હોટલની બહાર ટેબલ પર બેઠા હતા. તે સમયે ત્રણ શખ્સોએ તેમનું અપહરણ કરી ફરાર થઇ ગયા હતા.

Read also: Video: જામનગરમાં સીસીટીવીમાં ઝીલાઈ લોહીયાળ હત્યા

જો કે તે બાદ સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે અપહરણની ફરિયાદ નોંધાઈ છે. જે મુજબ સરદારનગરમાં રહેતા કેતન બાબુ ઇન્દેકર તથા તેમની પત્ની ભાનુ બહેને હોટલ પર આવી માલિક સાથે બબાલ કરી હતી. તેવી ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે વેપારીના અપહરણનો વીડિયો ફૂટેજ જુઓ અહીં.....

English summary
Video: Gujarati Businessman kidnapped, see here CCTV footage.
Please Wait while comments are loading...