For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં હેલ્મેટ ચોરી કરતા વ્યક્તિનો વીડિયો વાયરલ

કેન્દ્ર સરકારે સુધારેલા મોટર વ્હીકલ એક્ટ 2019 હવે ગુજરાતમાં પણ અમલમાં આવ્યા છે. જો કે, અન્ય રાજ્યોની જેમ, અહીંના લોકો ટ્રાફિક દંડ વધારવાનો વિરોધ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે સુધારેલા મોટર વ્હીકલ એક્ટ 2019 હવે ગુજરાતમાં પણ અમલમાં આવ્યા છે. જો કે, અન્ય રાજ્યોની જેમ, અહીંના લોકો ટ્રાફિક દંડ વધારવાનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાત સરકારે અન્ય રાજ્યોની તુલનામાં દંડની રકમ ઘટાડી હતી. આ હોવા છતાં, તેના શહેરી વિસ્તારોના લોકો સરકારના વલણથી સહમત નથી. રાજ્યમાં હેલ્મેટ પહેરવાનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટમાં સોમવારે એક વ્યક્તિ હેલ્મેટની ચોરી કરતા કેમેરામાં ઝડપાયો હતો. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોઈ વ્યક્તિ મોબાઇલ પર વાત કરી રહ્યો છે. વાત કરતી વખતે તે નજીકની દુકાનો પાસે બાઇકમાં હેલ્મેટ ઉપાડતો હતો. ત્યારબાદ તે ત્યાંથી છટકી ગયો હતો.

traffic rules

વીડિયો અંગે કોઈ પુષ્ટિ મળી ન હતી, પરંતુ લોકો ચર્ચા કરી રહ્યાં છે કે આ વીડિયો રાજકોટનો છે. પોલીસ આ વીડિયોની તપાસ કરી રહી છે. તે જ સમયે, લોકો સોશ્યિલ મીડિયા પર તેનો મજાક બનાવી રહ્યા છે. મોટાભાગના યુઝરે કહ્યું કે હવે આવું થશે, લોકો અન્યનું હેલ્મેટ ચોરી કરશે. રાજ્ય પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે લોકોના ભારે વિરોધ છતાં, પહેલા જ દિવસે 229 ઇ-ચાલાન જારી કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન 231 ડ્રાઈવરો પાસેથી 1,14,800 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આ 5 ટ્રાફિક નિયમોની અવગણના ન કરો, નહીં તો કપાશે ભારે ચાલાન

English summary
Video of a person stealing helmets in Gujarat goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X