Video : જામનગરમાં બીજેપીના જ બે મહિલા નેતા વચ્ચે જાહેરમાં બબાલ, જાણો શું છે પુરી ઘટના?

જામનગરમાં બીજેપીના મહિલા નેતાઓ વચ્ચે મોટી બબાલ સામે આવી છે. અહેવાલો અનુસાર, મારી માટી, મારો દેશ કાર્યક્રમમાં બીજેપીના ત્રણ મોટા મહિલા નેતા સામસામે આવી ગયા હતા.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. ત્યારબાદ પૂનમ માડમની એન્ટ્રી થાય છે. વીડિયોમાં જામનગર એસપી અને કમિશનર મામલો થાળે પાડતા જોઈ શકાય છે.

Rivaba Jadeja

આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો કે હજુ એ સ્પષ્ટ થયુ નથી કે આ બબાલ કેમ થઈ? મારી માટી, મારો દેશ કાર્યક્રમ કોઈ કારણસર રિવાબા જાડેજા ગુસ્સે ભરાયા હતા. ચાલુ કાર્યક્રમમાં જ MLA રિવાબા જાડેજા મેયર બીનાબેન કોઠારી પર વરસતા જોઈ શકાય છે. આ દરમિયાન સાંસદ પુનમ માડમ વચ્ચે પડ્યા હતા. જો કે રિવાબાએ તેમને પણ ન છોડ્યા અને બીનાબેનનો ગુસ્સો તેમના પર ઠાલવી દીધો.

વીડિયોમાં રિવાબા જાડેજા પૂનમ માડમને કહી રહ્યા છે કે સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાનો વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X