સિંહણને ભૂંડ સાથે ઊંડા ખાડામાં શું પડ્યા, સિંહણ મંદડી થઇ ગઇ?

Subscribe to Oneindia News

ગુજરાતનું ઘરેણું ગણાતા સિંહોની માઠી દશા બેઠી હોય તેવી ઘટના ગુજરાતમાં થઇ છે. થોડા દિવસ પહેલા બાઢડા નજીક માલગાડી ટ્રેનના એન્જીનને હડફેટે આવવાથી એક સિંહ ઈજાગ્રસ્ત બન્યો હતો જેને વનવિભાગે જીવના જોખમે બચાવી લીધો તો તે બાદ એજ સિંહના ગ્રુપની માદા સિંહણ ભૂંડ પાછળ ઊંડા કૂવામાં ખાબકી પડી હતી. સાવરકુંડલાના વિજયનગરમાં રમેશ ભાઈ નારોલાની વાડીના 18 ફૂટના ખુલ્લા કુવામાં શિકારની પાછળ દોડતી સિંહણનો જાતે જ શિકાર થઇ ગયો હતો. સિંહ ખુલ્લા કૂવામાં શું પડી, બિચારી ભાન જ ભૂલી ગઇ.

Lion

કૂવામાં પડ્યા બાદ તેણે ભૂંડનો શિકાર કરવાનો વિચાર જ માંડી વાળ્યો. ખાલી ઘૂરકિયા કરતી બેઠી રહી. તો બીજી તરફ ભૂંડ મસ્ત રામની જેમ આરામથી આંટા ફેરા કરવા લાગ્યું. ત્યારે કૂવામાં ભૂંડ અને સિંહણ પડ્યા છે તે વાતની જાણ વનવિભાગને કરતા સાવરકુંડલાની રેસ્ક્યુ ટીમ સાથે વનવિભાગે સિંહણ ને બચાવવા આવી પહોંચી

lion

રેસ્ક્યુ ઓપરેશન

જો કે સિંહણનું રેસ્યુ ઓપરેશન પણ એટલું જ ખતરનાક હતું. માત્ર 17 ફૂટ ઊંડા કૂવામાંથી સિંહણને બહાર નીકાળવાના બહુ પ્રયાસ થયા. પણ સિંહણમાં શક્તિ ના હોવાથી વનવિભાગના કર્મચારીઓ છીછરા કુવામાં સિંહણ ને કમર ના ભાગે દોરડું બાંધવા જીવન જોખમે ઉતર્યા. લગભગ 4 કલાક સુધી ચાલેલી આ કાર્યવાહીમાં છેવટે વનવિભાગ સફળ થયું હતું. જો કે તે બાદ ગુજરાત રાજ્યના કૃષિમંત્રી વનવિભાગની કામગીરીની પ્રશંશા કરી હતી

pig

નોંધનીય છે કે કુવામાં બે ભૂંડ હતા અને એક ભૂંડ ને સિંહણએ મારી નાખ્યું હતું જયારે એક ભૂંડે સિંહણ સામું જીવ સટોસટ નો ખેલ ખેલીને પોતાનો જીવ બચાવી લીધો હતો. થોડા દિવસ પહેલા જ ટ્રેનથી ઈજાગ્રસ્ત બનેલ સિંહ ને સારવાર માં ખસેડાયા બાદ આ સાથે રહેનારી બે સિંહણો મોડી રાત સુધી રેલ્વે ટ્રેક પર આંટા મારતી હતી અને ટ્રેન નીકળે તો ટ્રેન ની પાછળ દોટ મુક્તિ હતી. અને વનવિભાગ આખી રાત આ સિંહણો પાછળ જ ફરી રહ્યા હતા. તો એજ સિંહણ આ બાદ શિકાર પાછળ ખુદ શિકાર થતા બચી ગઈ હતી. પણ એક જ ખુલ્લા કુવામાં સિંહણ અને ભૂંડ સાથે રહ્યા છતાં શિકાર ન કરી શકેલી સિંહણની અભૂતપૂર્વ ઘટના સર્જાતા લોકોને ભારે અચરજ થયું હતું. ત્યારે હાલ સિંહણ અને ભૂંડનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જુઓ આ વીડિયો અહીં....

English summary
While running after Boar, Lioness and Boar fell in deep hole, But than something strange happened see the viral video.
Please Wait while comments are loading...