જ્યારે પીએમ મોદીને મળ્યા નાના મોદી, થયો આવો સંવાદ

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે જનસભાઓ યોજી હતી. જેમાં છોટી મોદી અચનાક જ સ્ટેજ પર પહોંચી જતા થોડીક હળવી ક્ષણો સર્જાઇ હતી. એક નાનો બાળકો મોદી જેવા જ દેખાવ કરીને સ્ટેજ પર પીએમ નરેન્દ્ર મોદીને મળવા આવ્યો હતો. આ સમયે બન્ને નાના અને મોટા મોદીએ લોકોના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અને બાળકો વચ્ચે હંમેશા એક સ્નેહાળ સંબંધ જોવા મળ્યો છે. પણ નવસારીની આ મુલાકાતમાં મોદી બનીને આવેલા આ બાળકનું મોદી જેવો ગેટ એપ કરવા પાછળ પણ કારણ હતું.

BJP

આ બાળકનું નામ રાજવીર છે. સુરતના રાજવીરને બ્લડ કેન્સર હતું પણ હવે તે સ્વસ્થ છે. રાજવીરનો હોસ્પિટલ અને ભણતરનો ખર્ચ સરકાર ઉપાડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં રાજવીર પણ પીએમ નરેન્દ્ર મોદીનો ફેન છે. અને તેને પીએમને મળવાની ખાસ ઇચ્છા હતી જેને પુરી નવસારીમાં પીએમ મોદીને મળીને થઇ. રાજવીરે આ પ્રસંગે પીએમને કહ્યું તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો. તો બીજી તરફ પીએમ મોદી પણ બાળકને જોઇને ભાવુક થઇ ગયા હતા.

English summary
Video: What happened when PM Modi met little Modi in Gujarat election rally

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.