વિજય રૂપાણીએ આપ્યો રાહુલના વીડિયોનો જવાબ, જાણો શું કહ્યું

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે એક મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેવડિયા ખાતેની સભાનો એક વીડિયો ટ્વિટ કર્યો હતો. જેમાં એક શહીદની પુત્રી જ્યારે રૂપાણી પાસે પોતાને ફાળવેલી જમીન અંગે પ્રશ્ન પુછવા ગઇ તો પોલીસે સુરક્ષા કારણોથી તેને રોકી અને તેની ટીંગાટોળી કરીને મંચની બહાર લઇ ગયા. આ બાદ રાહુલે આ મહિલાને ન્યાય આપવા અને આવી ઘટના માટે શર્મ કરવાનું કહ્યું હતું. આ પર વિજય રૂપાણીએ પણ રાતે એક પછી એક ટ્વિટ કરીને રાહુલના સવાલોનો જવાબ આપ્યો હતો. વિજય રૂપાણીએ કહ્યું હતું કે જે મહિલાને બહાર ખેંચીને લઇ જવામાં આવી હતી. તેવા શ્રીમતી રેખાબેન તડવીને ભાજપ સરકારે 4 એકડ જમીન, 10,000 રૂપિયાનું માસિક પેન્શન અને 36,000 રૂપિયાનું વાર્ષિક પેન્શન આપ્યું છે.

અને તે સિવાય રસ્તા પાસે તેમને 200 વર્ગ મીટર આવાસીય ભૂખંડ આપ્યો છે. તેથી રાહુલ ગાંધી શહીદોના નામ પર ગંદી રાજનીતિ રમવાનું બંધ કરે. અને સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસના આવા જ કારનારાને કારણે તે દરેક જગ્યાએથી હવે જાય છે. સાથે જ તેમણે એક પછી એક ટ્વીટ કરીને તે પણ કહ્યું કે શહીદોની વાત કરો છો તો શહીદો અને વિધવાઓ માટે બનાવેલ આર્દશ સોસાયટી કૌભાંડ મામલે કોંગ્રેસ કેમ કંઇ જવાબ નથી આપતી. સાથે જ તેમણે કહ્યું જલ્દી જ ગાંધી અને સરદારની ધરતી પર જનતા રાહુલને ગુજરાતની સાથે આવી છેતરપીંડી કરવા માટે જવાબ આપશે.

vijay rupani

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના ટ્વિટ પછી વિજય રૂપાણીએ પાંચ ટ્વિટ કરીને દાવો કર્યો કે તેમણે શહીદની પુત્રીને ન્યાય આપ્યો છે. ઉલ્ટાની કોંગ્રેસની સરકારે વન રેન્ક વન પેન્શનને વર્ષો સુધી લાગુ ના કરીને સૈનિકોનું અપમાન કર્યું છે. જો કે શહીદની પુત્રીને મુખ્યમંત્રી સભામાંથી ટીંગાટોળી કરીને કઢાઇ હતી તેનું કહેવું હતું કે 10 વર્ષથી તેને જમીન નથી મળે અને માટે જ તે રૂપાણીની સભામાં ન્યાય માંગવા આવી હતી. અને તેની જોડે જે રીતે પોલીસે વર્તન કર્યું છે તે માટે તેણી આગળ ફરિયાદ કરશે.

English summary
Vijay Rupani answer on Rahul Gandhi question on Martyr issue. Read here more.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.