ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે "વિજયી" થયા રૂપાણી

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી આજે કમલમ ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના નામ પર છેલ્લી મહોર લગાવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે વિજય રૂપાણી ચૂંટવામાં આવ્યા હતા. આ માટે દિલ્હીથી નાણાં પ્રધાન અરુણ જેટલી અને સરોજ પાંડે અમદાવાદ આવી પહોંચ્યા હતા. કમલમ ખાતે ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ગુજરાતની આવનારા 5 વર્ષો માટે કોને સત્તા આપવામાં આવશે તે વાત સ્પષ્ટતા કરવામાં આવી હતી. ભાજપના નેતા અરુણ જેટલી, ભૂપેન્દ્ર યાદવ, જીતુ વાઘાણીની હાજરીમાં આ નિર્ણયને જાહેર કરવામાં આવ્યો હતો. આમ ફરી પાંચ વર્ષ માટે વિજય રૂપાણી અને નીતિનભાઇ પટેલના હાથમાં ગુજરાતની સત્તા ભાજપે સોંપી હતી.

rupani and nitin

જો કે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નામો પર અનેક લોકોના નામની ચર્ચાઓ ચાલી હતી. સ્મૃતિ ઇરાનીથી લઇને બે નાયબ મુખ્યમંત્રી બનશે તેવી પર ચર્ચા હતી. તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા કાર્યકરોમાં ખુશી વ્યાપી ગઇ હતી. અને તેમણે ફટાકડા અને મીઠાઇ વેંચી આ વાતની ખુશી મનાવી હતી. ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભાની ચૂંટણીને જોતા ભાજપ દ્વારા આ બંન્નેની ટીમ સાથે જ આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

English summary
Vijay Rupani became Gujarat New CM, Nitin Bhai will be new deputy CM. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.