For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય રૂપાણી સરકારે ગુજરાતની પર્યટન નીતિ 2021-25 જાહેર કરી

વિજય રૂપાણી સરકારે ગુજરાતની પર્યટન નીતિ 2021-25 જાહેર કરી

|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકારે રાજ્યની નવી પર્યટન નીતિ 2021ની ઘોષણા કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંગળવારે વૈશ્વિક વિકાસના રોલ મોડલ બનેલ ગુજરાતને 'પર્યટન માટે વૈશ્વિક પસંદ' તરીકે વિશ્વ પર્યટન નકશામાં સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યની નવી પર્યટન નીતિની ઘોષણા કરવામાં આી. આ નીતિ 31 માર્ચ 2025 સુધી લાગૂ રહેશે.

vijay rupani

ગાંધીનગરમાં પર્યટન મંત્રી જવાહર ચાવડા અને રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની હાજરીમાં નવી પર્યટન નીતિની ઘોષણા કરતાં સીએમે કહ્યુ્ં કે આ નીતિ અંતર્ગત રાજ્યમાં પર્યટનના ક્ષેત્રમાં નવા રોકાણ અને સ્થાનિક સમુદાયો માટે રોજગારના અવસરનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે જ રાજ્યમાં વૃદ્ધિ સાથે પર્યાવરણ સમૃદ્ધિનો પણ અનોખો દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે. આ નીતિ પર્યટનના ક્ષેત્રમાં 'ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપશે.

સીએમ વિજયભાઈ રૂપાણી મુજબ આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણ સાથે આ નવી પર્યટન નીતિ દ્વારા 'વૉકલ ફૉર લોકલ' સહિત સ્થાનિક રોજગાર અને સંતુલિત પ્રાદેશ વિકાસ કરવાનો ઉદ્દેશ્ય છે.

નવી નીતિ મુજબ 50 કરોડથી 500 કરોડ સુધીના મૂડી રોકાણવાળા વર્લ્ડ ક્લાસ થીમ અથવા મનોરંજન પાર્ક સ્થાપવા માટે 15 ટકા કેપિટલ સબસિડી આપવામાં આવશે. એચલું જ નહિ, સબસિડી ઉપરાંત પ્રોજેક્ટ સ્થાપવા માટે જો જમીનની જરૂર જણાશે તો તે પણ સરકાર લીઝ પર આપશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે અગાઉની પ્રવાસન નીતિમાં 15 ટકા સબસિડી 7.5 કરોડ મેળવવા માટે 50 કરોડની કેપ રાખવામાં આવી હતી, જો કે નવી પોલિસીમાં આ કેપ હટાવી દેવામાં આવી છે.

ગુજરાતમાં શરૂ થયાં રોજગારની જાણકારી આપતાં કૉલ સેંટરગુજરાતમાં શરૂ થયાં રોજગારની જાણકારી આપતાં કૉલ સેંટર

નવી નીતિમાં કચ્છ, દ્વારકા, નર્મદા, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને ડાંગને ઉચ્ચ અગ્રતા કેન્દ્રો તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના જિલ્લા અને તાલુકાઓને પ્રાયોરિટી સેન્ટર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે.

English summary
Vijay Rupani Government announces Gujarat Tourism Policy 2021-25, these districts are high priority
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X