અનામત મુદ્દે કોંગ્રેસ પાટીદારોને ઉલ્લુ બનાવે છે: CM રૂપાણી

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણીની સાથે જ રાજકીય પક્ષો અને નેતાઓ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરૂવારે ભાજપના ગૌરવ મહાસંપર્ક અભિયાન હેઠળ વડોદરા પહોંચ્યા હતા. અહીં તેમણે કોંગ્રેસ પર આકાર પ્રહારો કરતાં કહ્યું હતું કે, રાજ્યમાં જાતિવાદના આંદોલનો કોંગ્રેસનું ષડયંત્ર છે. કોંગ્રેસ જાતિવાદનું રાજકારણ ચાલી રહ્યું છે, જે અમે નહીં ચલાવી લઇએ. પાટીદાર અનામત મુદ્દે પણ કોંગ્રેસ પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યું છે. સાથે જ તેમણે ચૂંટણીમાં ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભાજપ 150થી વધુ બેઠકો સાથે જીત મેળવશે.

vijay rupani

બુધવારની રાત્રે કોંગ્રેસ અને પાસ(પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કોર કમિટીના સભ્યોએ પાટીદાર અનામત મુદ્દે ચર્ચા કરી હતી, જેમાં કપિલ સિબ્બલ પણ હાજર રહ્યાં હતા. પાસ અને કોંગ્રેસ બંનેએ જણાવ્યું હતું કે, આ બેઠક સકારાત્મક રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની તેમની મુલાકાતો દરમિયાન અનેકવાર કહી ચૂક્યાં છે કે, ગુજરાતમાં કોઇ વર્ગ ખુશ નથી અને કોંગ્રેસની સરકાર આવશે તો સૌને સાથે રાખીને ચાલશે. આ મામલે વિજય રૂપાણીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.

English summary
Gujarat Elections 2017: CM Vijay Rupani in Vadodara says, Congress is making fool of patidars on the name of reservation.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.