For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિક્રમ સારાભાઈના બહેન ગિરા સારાભાઈનું 98 વર્ષની ઉંમરે નિધન

વિક્રમ સારાભાઈના બહેન ગિરા સારાભાઈનું 98 વર્ષની ઉંમરે નિધન

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં અનેક ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રકલ્પોમાં યોગદાન માટે જાણીતા વિક્રમ સારાભાઈનાં બહેન ગિરા સારાભાઈનું નિધન થયું છે. તેઓ 98 વર્ષનાં હતાં. ગિરા સારાભાઈ આર્કિટેક્ટ, ડિઝાઈનર અને શિક્ષક હતાં. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે તેમનું અનેરું યોગદાન છે. વિક્રમભાઈ સારાભાઈના નિધન બાદથી સેવાભાવી ટ્રસ્ટ સારાભાઈ ફાઉન્ડેશનના પ્રતિનિધિ તરીકે ગિરા સારાભાઈએ ફરજ બજાવી હતી.

gira sarabhai

કોણ છે ગિરા સારાભાઈ

ઈ.સ. 1923ના રોજ ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ અને રેવા (સરલાદેવી સારાભાઈ નામ રાખી લીધું)ના ઘરે ગિરા સારાભાઈનો જન્મ થયો હતો. તેઓ 8 ભાઈ-બહેનમાં સૌથી નાનાં હતાં. તેમના ભાંડેળાંઓ સાથે ગિરા સારાભાઈને પણ ઘરે જ શિક્ષણ મળ્યું હતું, પોતાના સંપૂર્ણ અભ્યાસકાળ દરમિયાન તેઓ ક્યારેય શાળાએ ભણવા નહોતાં ગયાં. બાળપણમાં જ તેઓ પોતાના પરિવાર સાથે ન્યૂયોર્ક સ્થળાંતરિત થઈ ગયાં હતાં.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન સાથે ખાસ સંબંધ

1960ના દાયકામાં અમદાવાદ ખાતે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ડિઝાઈન (NID)ની સ્થાપના માટે પોતાના ભાઈ ગૌતમ સારાભાઈ સાથે ગિરા સારાભાઈની નિર્ણાયક ભૂમિકા રહી. તેમણે સંસ્થાના શૈક્ષણિક મોડેલ ઉપર વિચારણા કરવા સારાભાઈ કેન્દ્ર મ્યૂઝિયમ ખાતે દશરથ પટેલ, જેમ્સ પ્રેસ્ટિની અને વિક્રમ સારાભાઈ જેવા નિષ્ણાંતો સાથે નિયમિત પરામર્શ કર્યા. જે બાદ ગૌતમ સારાભાઈ અને ગિરા સારાભાઈના માર્ગદર્શન હેઠળ ભારતમાં પ્રશિક્ષિત ડિઝાઈનર્સની પ્રથમ બેચ સ્નાતક થઈ હતી. 1949માં તેમણે ભાઈ ગૌતમ સાથે મળીને કાલિકો મ્યૂઝિયમ ઑફ ટેક્સટાઈલની સ્થાપના કરી હતી.

English summary
Vikram Sarabhai's sister Gira Sarabhai dies at the age of 98
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X