રાજ્યમાં કલેકટર, ડીડીઓ અને મ્યુ. કમિશ્નર કક્ષાના 67 જેટલા IAS અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. તે મુજબ અમદાવાદના ક્લેકચર તરીકે રાજકોટના કલેક્ટરની નિમણૂક થઈ છે.રાજ્યમાં કલેકટર, ડીડીઓ અને મ્યુ. કમિશ્નર કક્ષાના 67 જેટલા IAS અધિકારીઓની બદલીના હૂકમ કરાયા છે.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બદલી અંગેનું સત્તાવાર નોટિફિકેશન જારી કર્યું છે. જેમાં મોટા ભાગે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. અમદાવાદ કલેક્ટર તરીકે રાજકોટના કલેક્ટર વિક્રાંત પાંડેને મુકાયા છે. રાજકોટ કલેક્ટર તરીકે જૂનાગઢના રાહુલ ગુપ્તાની નિમણૂક કરાઈ છે અને વડોદરાના નવા કલેકટર શાલીની અગ્રવાલને બનાવાયા છે. રાજ્યમાં થયેલી અન્ય બદલીઓ આ પ્રમાણે છે.
- ડો.વિક્રાંત પાંડે અમદાવાદનાં નવા કલેક્ટર બન્યા
- સાબરકાંઠા કલેક્ટર સ્વરૂપ પી.ની UGVCLમા બદલી
- વડોદરા કલેક્ટર પી.ભારતીની સર્વ શિક્ષામાં બદલી
- રાહુલ ગુપ્તા બન્યા રાજકોટનાં નવા કલેક્ટર
- અવતિંકા સિંઘને ડાયરેક્ટર ઓફ એમ્પલોય મેન્ટ
- ઉદિત અગ્રવાલ પંચમહાલનાં કલેક્ટર
- એસ.કે.લાંગા ગાંધીનગરનાં કલેક્ટર
- દિલીપ રાણાને આણંદનાં કલેક્ટર બનાવાયા
- શાલિની અગ્રવાલ વડોદરાનાં ક્લેક્ટર
- રણજીતકુમાર ટ્રાયબલ કમિશનર બન્યા
- આર.જે.માકડિયા મોરબીનાં કલેક્ટર બન્યા
- રવિકુમાર અરોરાને ભરૂચનાં કલેક્ટર બનાવાયા
- એ.વી.કાલરિયા માહિતી ખાતુ
- અરવલ્લીના ક્લેક્ટર પદે નાગરાજનને મુકાયા
- આઈ.કે.પટેલને ખેડાનાં ક્લેક્ટર
- સુરતના ક્લેક્ટર તરીકે ધવલ પટેલને મુકાયા
- સંદિપ સાંગલે બનાસકાંઠાનાં ક્લેક્ટર બન્યા
- એમ.એ.પંડ્યા પોરબંદરનાં કલેક્ટર બન્યા
- વિજયકુમાર ખરાડી દાહોદનાં કલેક્ટર
- ડો.સૌરભ પારધી જૂનાગઢનાં કલેક્ટર
- આયુષ સંજીવ અમરેલીનાં કલેક્ટર
- કે.રાજેશ સુરેન્દ્રનગરનાં કલેક્ટર બન્યા
- સુજલ મયાત્રા છોટાઉદેપુરનાં કલેકટર