સુરતમાં ભડકી હિંસા 6 લોકો ઇજાગ્રસ્ત, પોલિસે 40ને પકડ્યા

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના અમરેલીમાં બે સમુદાય વચ્ચે થયેલી હિંસામાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગુરુવાર રાતે આ ઘટના બની છે. અમરેલીના કોસાડમાં આ ઘટના બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલિસે તેમની પર પણ પથ્થર ફેંક્યા હતા. જે પછી પોલીસે સ્થિતિને કાબુમાં લાવવા માટે ચાર રાઉન્ડ ગોળી પણ ચલાવી હતી. પોલીસે આ ઘટનામાં 40 લોકોની ધરપકડ કરી છે. અને આ મામલે તપાસ ચાલી રહી છે. નાનકડી વાતે વિવાદ થતા બે ટોળા સામ સામે આવ્યા હતા. જો કે પોલિસે કહ્યું છે હાલ ત્યાં સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યા છે. અને મોટી સંખ્યામાં પોલિસ દળ ત્યાં મૂકવામાં આવ્યું છે. 

army

માનવામાં આવે છે કે આ તોફાન બે બૂટલેગરો વચ્ચે આંતરિક વિવાદના કારણે થયું છે. વળી ટોળાએ મસ્જીદ પર પથ્થરમારો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ટીયર ગેસના સેલ અને ગોળીના ફાયરિંગ કરીને સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હાલ તો કાલની અથડામણ પછી ભારે પોલીસ બંદોવસ્ત ત્યાં કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એક બાજુ જ્યાં ગુજરાતમાં હિંસા ભડકી છે ત્યાં જ બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ રામ નવમી પછી હિંસા અને તોફાન થયા છે.

English summary
Violence in Gujarat Surat amroli 6 injured 40 detained by the police.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.