આ વાયરલ સમાચારમાં કોણ સાચું? સલીમ કે હર્ષ

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરમાં મંગળવારે અમનાથ યાત્રાના યાત્રીઓ પર હુમલો કરવામાં આવ્યો જેમાં 7 ગુજરાતીઓના મોત થયા. આ હુમલામાં વધુ લોકોના પ્રાણ પણ જઇ શકતા હતા પણ ડ્રાઇવરની સમજદારીથી અનેક લોકોના જીવ બચી ગયા. એટલું જ નહીં જમ્મુ કાશ્મીરની સરકારે પણ બસ ચલાવનાર ડ્રાઇવરને તેની બાહદૂરી માટે 5 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. અને ગુજરાત સરકારે પણ ડ્રાઇવરનું નામ વીરતા પુરસ્કાર માટે મોકલવાની વાત કરી છે. યાત્રીઓથી અને પોલીસ જોડેથી જે જાણકારી મળી છે તે મુજબ બસ સલીમ ભાઇ જ ચલાવી રહ્યા હતા. અને મોટા ભાગને નેશનલ ચેનલમાં પણ સલીમ ભાઇની જ બહાદૂરી અને સમજના વખાણ થઇ રહ્યા છે. પણ મંગળવારથી ગુજરાતની અનેક જાણીતી મીડિયા ચેનલ હર્ષ દેષાઇ બસ ચલાવી રહ્યા હોવાની વાત જણાવે છે. સોશ્યલ મીડિયા પર પણ આ વાત સ્પષ્ટ જોવા મળી રહી છે. કેટલાક લોકો હર્ષ દેસાઇના નામની વાહ વાઇ કરી રહ્યા છે અને કેટલાક સલીમ ભાઇ ત્યારે શું છે હકીકત?

નેશનલ મીડિયા

નેશનલ મીડિયા

એએનઆઇથી લઇને તમામ નેશનલ મીડિયામાં સલીમ ભાઇ દ્વારા જ આંતકી હુમલા વખતે બસ ચલાવવાની વાત કરવામાં આવી છે. એટલું જ નહીં આંતકી હુમલા પછી સલીમ ભાઇએ તેમના ભાઇને ફોન કરીને હુમલા અંગે જણાવ્યું હતું અને પોતે સલામત છે તે વાત પણ કહી હતી. એટલું જ નહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સલીમભાઇનો આભાર માન્યો હતો. અને સલીમ ભાઇના નિવેદન મુજબ પણ તે જ આંતકી હુમલા વખતે ગાડી ચલાવતા હતા તેવું તેમને જણાવ્યું હતું.

ગુજરાતી મીડિયા

પણ ગુજરાતના કેટલાક મીડિયા વેબસાઇટમાં હર્ષ દેસાઇ નામના વ્યક્તિ દ્વારા આંતકી હુમલા વખતે બસ ચલાવાઇ હોવાની વાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હર્ષ દેસાઇએ ટૂરઓપરેટર છે. અને આ હુમલામાં તેમને પણ ગોળી વાગી તે ઇજાગ્રસ્ત થયા છે. સોશ્યલ મીડિયા પર પણ અનેક લોકો હર્ષ દેસાઇની બાહુદૂરીની વાત કરી રહ્યા છે.

ત્યારે સત્ય શું?

ત્યારે સત્ય શું?

યાત્રીઓના નિવેદન અને પ્રાથમિક તપાસ મુજબ તથા સલીમ ભાઇના નિવેદન મુજબ તે જ આ ઘટનામાં બસ ચલાવી રહ્યા હતા. આંતકી હુમલામાં અચાનક જ જ્યારે આતંકીઓ બસ સમક્ષ આવી ગયા ત્યારે તેમણે હિંમત રાખીને બસને હંકારી મારી જેના કારણે અનેક લોકોના પ્રાણ બચી ગયા. જો કે તેમણે કહ્યું કે ટ્રૂર ઓપરેટર હર્ષ ભાઇએ તેમને હિંમત આપી અને ગાડી ભગાવતા રહેવાનું કહ્યું હતું.

3 લોકોની હિંમતને સલામ

3 લોકોની હિંમતને સલામ

જો કે આ હુમલામાં સલીમ ભાઇની હિંમત સાથે અન્ય બે લોકોની હિંમત પણ વખાણવી પડે. ટૂર ઓપરેટર હર્ષ દેસાઇએ સલીમ ભાઇને બસ થોભ્યા વગર સતત ચલાવતા રહેવાનું કહ્યું. સલીમ ભાઇ પણ હિંમત રાખી વળીને સતત બસ હંકારી અને તે સિવાય બસના ક્લીનર મુકેશ ભાઇ પટેલ કે જેણે બસમાં ચડી રહેલા આંતકીને લાત મારીને બસની બહાર ફેંકી દઇ બસનો દરવાજો બંધ કર્યો. જો મુકેશ ભાઇ પણ સમજ સૂચકતા ના વાપરી હોત તો આંતકી બસમાં અંદર આવી મોટી હોનારતને અંજામ આપી શક્યો હોત.

English summary
Who driving bus during Amarnath terror attack? Read here which viral news in correct.
Please Wait while comments are loading...