For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મેન ગેટ છોડી, દિવાલ કૂદી સિંહે મારી એન્ટ્રી!

જુઓ એક સાથે ત્રણ સિંહોની લેટ નાઇટ એન્ટ્રીનો વાયરલ વીડિયો.

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે તમે કોઇ રહેણાંક વિસ્તારમાં મેન ગેટ છોડીને સાઇડની દિવાલ કૂદી એન્ટ્રી મારો તો તરત જ ત્યાં હાજર સિક્યોરીટી ગાર્ડ તમારી ખબર લઇ લે છે. પણ ત્યારે શું કરવું જ્યારે એક નહીં પણ ત્રણ ત્રણ સિંહ દિવાલ કૂદીને એન્ટ્રી લે! ચોક્કસથી સિંહને દેખીને સિક્યોરીટી ગાર્ડ ચુપ્પી જ સાંધવાનું પસંદ કરશે. બસ ત્યારે આવું જ કંઇક બન્યું છે ગુજરાતના ગીર સોમનાથ વિસ્તારમાં.

lion

ગીર સોમનાથના એક રિસોર્ટમાં અડધી રાતે 3 સિંહોએ દિવાલ કૂદીને રિસોર્ટમાં એન્ટ્રી મારી હતી. શિકારની શોધમાં રિસોર્ટ પર ચઢી આવેલા સિંહોએ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓની હાલત ગંભીર કરી હતી. એટલું જ નહીં સીસીટીવી ફૂટેજમાં પણ આ સિંહ આરામથી દિવાલ કૂદીને આવતા નજરે પડે છે. ત્યારે હાલ તો સિંહોનો આ વીડિયો વાયરલ થઇ ગયો છે. જો કે સવાલ તે પણ ઊભો થાય છે કે સિંહોના સંરક્ષણની પાસે આવેલી આવી જગ્યાએ સરકાર દ્વારા રિસોર્ટ બનાવવાની અનૂમતિ કેમ આપવામાં આવી? ત્યારે રિસોર્ટમાં દિવાલ કૂદીને આવી પહોંચેલા આ સિંહોના આ વીડિયો જુઓ અહીં.

English summary
Video: When Lion don't use Main gate for Entry! And come to Residential complex in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X