મામલતદારને આવેદન, પ્રિ-મોનસૂન પ્લાનની યોગ્ય કામગીરી હાથ ધરો

Subscribe to Oneindia News

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પડેલા અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતા. વિરમગામના ગોલવાડી દરવાજા બહાર અવાડા પાસે આવેલા તિરૂપતિ કોમ્પલેક્ષમાં ઢીંચણ સમા પાણી ભરાઇ ગયા હતા. આ સિવાય પણ વિરમગામ શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જે અંગે સોમવારે તિરૂપતિ કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા વિરમગામના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ahmedabad

વિરમગામ નગરપાલિકા દ્વારા કરવામાં આવતા પ્રિ-મેનસૂન પ્લાનનું કામ યોગ્ય રીતે થાય તે હેતુથી આ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે, વિરમગામ શહેરમાં દર વર્ષે નગરપાલિકા દ્વારા પ્રિ-મોનસુન પ્લાનનું કાર્ય હાથ ધરાય છે. પરંતુ કામ યોગ્ય રીતે ન કરવામાં આવતું નથી, જેને પરિણામે સામાન્ય વરસાદમાં પણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જાય છે.

ahmedabad
English summary
Vramgam: Water flooded in low lying areas due to rain. An application has been sent to municipality to take appropriate action about pre-monsoon plan.
Please Wait while comments are loading...