રાજકોટમાં વયોવૃદ્ધ 126 વર્ષીય આજીબાએ કર્યું મતદાન

ઉપલેટાના 126 વર્ષના આજીબાએ કર્યું મતદાન. સાથે જ કહ્યું કે રાજશાહ, અમલદાર શાહી બધુ જોયું લોકશાહી જેવું કાંઇ નહીં. સાથે જ તેમણે વોટ કરવા માટે કરી અપીલ.

રાજકોટ નજીક આવેલા ઉપલેટામાં રહેતા આજીબાએ આજે તેમની મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. આજી બા ગુજરાતના અને વિશ્વના સૌથી વયોવૃદ્ધ નાગરિક છે. જેઓએ આજે મતદાન કર્યું હતું. આજી બા માટે બૂથમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી તેમણે લાંબી લાઇનોમાં ઉભા ન રહેવું પડે. તેમજ વધારે તકલીફન વેઠવી પડે. નવી પદ્ધતિ સમજાવ્યા બાદ આજી બા મતકૂટિરમાં ગયા હતા અને તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજી બા 126 વર્ષની વયે એકમદ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે છે. તેઓએ અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા આવ્યા છે. અને તેમણે જણાવ્યુ હતુ કે દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ કારણ કે તેમણે તો તેમના જીવનમાં અમલદાર શાહી અને રાજાશાહી દરેક પ્રકારન શાસન જોયા છે. તેમા લોકશાહી ઉત્તમ છે તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

Gujarat Election

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ફક્ત અમદાવાદમાં વિધાનસભા વિસ્તાર પ્રમાણે આંકડા વિરમગામમાં 35, સાણંદમાં 29, ઘાટલોડિયામાં 23, વેજલપુરમાં 27, વટવામાં 13, એલિસબ્રીજમાં 57, નારણપુરામાં 42,નિકોલમાં 22, નરોડામાં 31, ઠક્કરબાપાનગરમાં 06, બાપુનગરમાં 36, અમરાઈવાડીમાં 19, તથા દરિયાપુરમાં 21 શાતાયુ મતદારો છે. જ્યારે ખાડીયા-જમાલપુરમાં 26, મણીનગરમાં 25, દાણીલીમડામાં 13, સાબરમતીમાં 29,અસારવામાં 23, દસક્રોઈમાં 20, ધોળકામાં 55 તથા ધંધુકા વિધાનસાભા વિસ્તારમાં 110 શતાયુ મતદારો છે. આમ સમગ્ર જિલ્લામાં 100 અથવા 100થી વધુની વયજૂથના 662 મતદારો છે. સૌથી વધુ ધંધુકામાં 110 તથા સૌથી ઓછા ઠક્કરબાપાનગરમાં 06 શતાયુ મતદારો છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X