For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પેટા ચૂંટણી: અત્યાર સુધી સરેરાશ 30 ટકા મતદાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

elaction
ગાંધીનગર, 2 જૂન: ગુજરાતમાં બે લોકસભા અને ચાર વિધાનસભાની એમ કુલ મળીને કુલ છ બેઠકો પર ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાનની પ્રક્રિયા થઈ શરૂ ગઇ છે. આ છ બેઠકોની ચૂંટણી ભાજપ માટે ખૂબ જ મહત્વની બની છે. ભાજપ તમામ બેઠકો પર વિજય મેળવવા ધમપછાડા કરી રહ્યું છે. રાજ્યમાં ભાજપનું શાસન છે ત્યારે કોંગ્રેસ પણ તેની છ બેઠકો જળવાઇ રહે તેવા તનતોડ પ્રયત્નો કરી રહ્યું છે.

Update: 544 PM

ગુજરાતની પેટા ચૂંટણીમાં મતદારોએ ધીમી ગતિએ મતદાનની ધીમી ગતિએ શરૂઆત કરી સાંજે 5:45 વાગ્યા સુધી કુલ સરેરાશ 30 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે, મોરવા હડફ 55 ટકા, બનાસકાંઠા, 32 ટકા, લીંબડી, જેતપુર 33 ટકા, પોરબંદરમાં 22 ટકા જ્યારે ધોરાજીમાં 24 ટકા મતદાન થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે લિંબડી બેઠક પર બોગસ મતદાનની ફરીયાદ થઈ છે. અહીંનાં 13 ગામોમાં બોગસ મતદાન થઈ રહ્યું હોવાનીં કોંગ્રેસે ચૂંટણી પક્ષ સમક્ષ ફરિયાદ કરી હતી. જોકે, ચૂંટમી પક્ષે ફરિયાદ લીધી નહીં હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. ભાજપ દ્વારા બોગસ મતદાન કરાતું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો

ધીમી શરૂઆત સાથે સવાર-સવારમાં 5 ટકા જ મતદાન થયું હોય એવા અહેવાલ પ્રાપ્ત થયા છે. તેમજ પોરબંદર પેટા ચૂંટણીમાં 20 લોકોએ નેગેટિવ મતદાન કર્યું છે. લોકોએ કહેવું છે એક પણ ઉમેદવાર યોગ્ય ન હોવાથી આ પ્રકારે મતદાન કરવામાં આવ્યું છે.

મોરવાહડફ બેઠક પર 7.25 ટકા મતદાન થયું છે જ્યારે જેતપુરમાં 3.70 ટકા, બનાસકાંઠામાં 7 થી 8 ટકા, રાજકોટના ધોરાજીમાં 2.47%, ઉપલેટામાં 2% મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પોરબંદરની લોકસભાની બેઠક માટે અર્જૂનભાઈ મોઢવાડિયાએ મતદાન કર્યુ હતું, જ્યારે બીજી તરફ ભાજપના મંત્રી બાબુ બોખીરીયાએ પોરબંદર ખાતે મતદાન કર્યું.

કુલ ૩૩,૬૪ લાખ મતદારો અને ૩૩ ઉમેદવારો છે. મતદાનનો સમય અત્યાર સુધીની ચૂંટણીમાં સવારે ૮ કલાકથી સાંજે પ કલાકનો રાખવામાં આવ્યો છે, પરંતુ આ ચૂંટણીમાં પાણીની તંગી, ગરમી અને દુષ્કાળને કારણે મતદાનનો સમય સવારે ૭ થી સાંજે છ કલાકનો રાખવામાં આવ્યો છે. મતગણતરી તા. પ જુને યોજાશે.

English summary
The bye-election of four seats of the Gujarat state legislative assembly, and two seats of Lok Sabha in Gujarat will be held on 2nd June. Counting will be held on 5 June.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X