For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ ખરીદી કરતા લોકો દુકાનોમાં કરી રહ્યા છે સોશિયલ ડિસ્ટંસિંગનુ પાલન

ગુજરાતમાં મુંદ્રાની એક સ્ટોરનો વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન લોકો પાસે નિયમોનુ પાલન કરાવવામાં આવી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે આખા દેશમાં લૉકડાઉન છે. એવામાં જે લોકો ખરીદી કરવા નીકળી રહ્યા છે તેમના પર પોલિસ પ્રશાસન નજર રાખી રહી છે. ઘણા સ્થળોએ દુકાનદારો અને મૉલ્સના માલિકોએ સોશિયલ ડિસ્ટંસિંગનુ પાલન કરાવવા માટે રીતો અપનાવવી શરૂ કરી દીધી છે. ગુજરાતમાં મુંદ્રાની એક સ્ટોરનો વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન લોકો પાસે નિયમોનુ પાલન કરાવવામાં આવી રહ્યુ છે.

gujarat

આ વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે લગભગ એક-એક મીટરના અંતરે બૉક્સની આકૃતિબનાવવામાં આવી છે અને ગ્રાહકોને કહેવામાં આવી રહ્યુ છે કે તે આની અંદર ઉભા રહી જાય જેથી વાયરસ કોઈ બીજા વ્યક્તિમાં ન ફેલાય. આ સ્થિતિમાં લોકો પોતાના વારાની રાહ જુએ છે અને પછી સામાન ખરીદે છે. દેશમાં આ રીતે ઘણા શહેરોમાં ભીડ રોકવા અને સામાજિક ગરબડ રોકવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં પણ કંઈક આ પ્રકારના વર્તુળ દુકાનોના ગેટની બહાર બનાવવામાં આવ્યા છે. પછી ગ્રાહકોને તેમાં ઉભા રાખીને ધીમે ધીમે આઘળ વધારવામાં આવે છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકોને ભરોસો અપાવવા માટે ફરીથી નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે લોકો ગભરાવ નહિ અને એકસાથે સામાન ખરીદવા માટે ન નીકળો. નિયમોનુ ઉલ્લંઘન ન કરો. કોરોનાને હરાવવા માટે આપણે સૌએ ઘરમાં જ રહેવુ જોઈએ. આપણને સમાચાર મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદીના ભાષણ બાદ મંગળવારેલોકો જરૂરી વસ્તુઓ ખરીદવામાટે દુકાનો પર લાગી ગયા. હડબડાટમાં ખરીદી કરશો નહિ. સરકાર કોઈ વસ્તુની કમી નહિ આવવા દે.

આ પણ વાંચોઃ

English summary
Watch: social-distancing on a Gujarati store, drew boxes for customers to standing, Video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X