તંત્રની બેદરકારીને પગલે પાણીનો વેડફાટ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

લોકો પાણી માટે વલખા મારે છે ત્યારે પાઇપલાઇન તૂટતા લાખો લીટર પાણી ગટરમાં વહી ગયું. જૂનાગઢમાં અમુક વિસ્તારોમાં નગરજનો પાણી માટે વલખા મારે છે ત્યારે વોટર શાખાની ઘોર બેદરકારી અને યોગ્ય મરામતની નિયમિત ખામીને કારણે સરદારબાગ ખાતે આવેલ સંપની પાઇપલાઇન તથા વાલ તુટતા 10 લાખ લીટર જેવું પાણી વેડફાઇ ગયું હતું અને ઝાંઝરડા રોડ ઉપર આવેલ અંડરબ્રીજ આ પાણીથી ભરાઇ જતા થોડો સમય વાહન વ્યવહાર અટકી જવા પામ્યો હતો.

junagadh

ગઇકાલે સાંજના 7 વાગ્યાના અરસામાં જૂનાગઢ મનપાના સરદાર બાગ ખાતે ધોરીપીરની દરગાર પાસે આવેલ સંપમાંથી નીકળતી પાઇપલાઇન તથા વાલ્વ એકાએક તુટી જતા પાણીનો ધોધ છુટયો હતો અને સરદાર બાગ અંદર સહિત ઝાંઝરડા રોડ પર જાણે નદીનું પુર આવ્યું હોય એ રીતે પાણીનો પ્રવાહ વછુટડા ઝાંઝરડા રોડ ઉપર આવેલ અંડરબ્રીજના પાણીનો સંગ્રહ થઇ જવા પામ્યો હતો.

ઝાંઝરડા રોડ પર સાંજના સમયે પાણીની આ તબાહીના કારણે ઓફીસના કર્મચારીઓ કારખાનેદારોનો પીકઅપ ટાઇમ હોય તથા કલાસીફાઇ આવતા વિદ્યાર્થીઓને ભરઉનાળે મનપાના વોટર શાખાની અનિયમિત મરામત અને બેરદકારીને કારણે વેડફાયેલ 10 લાખ લીટર જેટલા પાણીની નદીમાંથી પસાર થવું પડયું હતું. શહેરમાં એક બાજુ અનેક વિસ્તારોમાં પાણીના પોકારો થઇ રહ્યા છે

ત્યારે વોટર વર્કસની બેજવાબદારી ભરી કામગીરીના કારણે વેડફાયેલ લાખો લીટર પાણીના જથ્થાથી નારાજ થયેલા નગરજનોએ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલા ભરવા માંગણી ઉઠવા પામી છે.

English summary
Water wasted due to negligence of the system.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.