રાકેશ ટિકેત ગુજરાત પ્રવાસ પર, કહ્યુ - ખેડૂતોએ સતર્ક રહેવાની જરૂર, આ બહુ સંવેદનશીલ વિસ્તાર છે

ભારતીય ખેડૂત સંગઠન(ભાકિયુ)ના નેતા રાકેશ ટિકેત રાજસ્થાન બાદ ગુજરાત પ્રવાસ પર છે.

અમદાવાદઃ ભારતીય ખેડૂત સંગઠન(ભાકિયુ)ના નેતા રાકેશ ટિકેત રાજસ્થાન બાદ ગુજરાત પ્રવાસ પર છે. આજે રાકેશ ટિકેતે કહ્યુ કે અમે 2 દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત બહુ જ સંવેદનશીલ વિસ્તાર છે. આપણા ખેડૂતોએ સાવચેત રહેવુ જોઈએ. ટિકેતે કહ્યુ કે ગુજરાતમાં બહારના લોકોને ત્યાં જવાની અનુમતિનથી. અમારે રાજ્યના ખેડૂતો, તેમના નેતાઓ અને પ્રેસને મુક્ત કરાવવાના છે.

rakesh tikait

તમને જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે રાજસ્થાનના અલવર જિલ્લામાં ખેડૂત નેતા રાકેશ ટિકેતના કાફલા પર હુમલો થયો હતો. અમુક લોકોએ તેમના પર પત્થરમારો કર્યો હતો. ઘટનામાં કોઈને ઈજા નહોતી થઈ પરંતુ ટિકેતની કારનો પાછળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. પોલિસ હુમલાના આરોપમાં 14 લોકોની ધરપકડ કરી ચૂકી છે. પોલિસે આ મામલે નોંધાયેલી એફઆઈઆરનો ઉલ્લેખ કરીને જણાવ્યુ કે કુલ 33 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જેમાંથી હવે બાકી લોકોની શોધ ચાલુ છે.

રાકેશ ટિકેત સાથે જોડાયેલા લોકોએ ફરિયાદ નોંધાવી હતી કે શુક્રવારે રાજસ્થાનના અલવર જિલ્લાના તતારપુર ચાર રસ્તા પર તેમના પર હુમલો થયો હતો. ત્યાં અમુક લોકોએ સ્વાગતના બહાને તેમની ગાડી અટકાવી અને પછી હુમલો કરી દીધો. તેમના ઉપર સહી ફેંકવામાં આવી હતી. સાથે જ રાકેશ ટિકેતની કારના કાચ પણ ફોડી દેવામાં આવ્યા હતા. આ હુમલા બાદ રાકેશ ટિકેતે ટ્વિટ કરીને આના માટે ભાજપ પર આરોપ લગાવ્યો હતો. આ તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ કહ્યુ કે દોષિતોને છોડવામાં નહિ આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X