For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ચીન વચ્ચે લદ્દાખ પર તણાવ વધે તેવું અમે નથી ઈચ્છતાઃ વ્હાઈટ હાઉસ

ભારત-ચીન વચ્ચે લદ્દાખ પર તણાવ વધે તેવું અમે નથી ઈચ્છતાઃ વ્હાઈટ હાઉસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને રક્ષા સચિવ માર્ક ગ્રૈફની આગલા અઠવાડિયે થનાર એક મહત્વપૂર્ણ યાત્રાથી પહેલા ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ શનિવારે કહ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકા લદ્દાખમાં ભારત-ચીન ગતિરોધને નજીકથી જોઈ રહ્યું છે. તેઓ નવી દિલ્હી સાથે જણકારી શેર કરી રહ્યા છે અને સ્થિતિ આગળ ના વધે તેવું તેઓ સુનિશ્ચિત કરવા માંગે છે. અમેરિકાએ કહ્યું કે તેઓ દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ સહિત દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતીય ભાગીદારીમાં વધારાનું સ્વાગત કરે છે. અને હિમાલયથી વિવાદિત સમુદ્રી ક્ષેત્રમાં ચીનના આક્રમક વ્યવહારનો મુકાબલો કરવા માટે સમાન વિચારધારા વાળા સહયોગિઓ સાથે કામ કરી રહ્યા છે.

donald trump

અમેરિકી અધિકારીઓએ એક ઑનલાઈન સમાચાર બ્રીફિંગમાં કહ્યું કે અમે દક્ષિણ ચીન સમુદ્ર જ નહિ, બલકે દક્ષિણ પૂર્વ એશિયામાં વધેલા સહયોગ વિશે ભારતીયો સાથે વાતચીત ચાલુ રાખી છે. અને તેમની ભાગીદારીને અમે પ્રોત્સાહિત કરીએ છીએ. સાથે જ અમે એવા ત્રણેય ક્ષેત્રોમાં દક્ષિણ પૂર્વ એશિયામાં વધુમાં વધુ ભારતીય ભાગીદારીનું સ્વાગત કરીએ છીએ.

અધિકારીઓએ કહ્યું કે, હિમાલયથી લઈ દક્ષિણ ચીન સમુદ્ર સુધી ભારત-પ્રશાંતમાં ચીનના વધતા આક્રમક વ્યવહારને જોતા, આ પહેલેથી ક્યાંય વધુ મહત્વપૂર્ણ છે કે અમે ભારત જેવા સમાન વિચારધારા વાળા ભાગીદારો સાથે કામ કરીએ. ઓસ્ટ્રેલિયા સાથે ભારતની હાલની માલાબાર નૌસેના અભ્યાસની ઘોષણાને જોઈ અમે પ્રસન્ન છીએ.

પૂર્વી લદ્દાખમાં આ વર્ષે જૂનમાં તણાવ ચરમ પર હતો, જેમાં 20 ભારતીય સૈનિકોના મોત થયાં હતાં અને ભારી સંખ્યાામાં ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. આ મુદ્દે અમેરિકાએ કહ્યું કે, 'સ્થિતિ આગળ ના વધે તે અમે નિશ્ચિત રૂપે સુનિશ્ચિત કરવા માંગીએ ચીએ.'

પીએમ મોદી આજે ગુજરાતમાં ત્રણ પરિયોજનાઓનુ ઉદઘાટન કરશેપીએમ મોદી આજે ગુજરાતમાં ત્રણ પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે

English summary
We do not want India-China tensions to escalate over Ladakh: White House
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X