For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમે ધારાસભ્યોનું 5-5 લાખનું પેંશન બંધ કરી દીધું, પૈસા બચાવી જનતા પર લગાવી રહ્યા છીએઃ સીએમ માન

ગુજરાતના અમદાવાદમાં પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે અમે ધારાસભ્યોનું 5-5 લાખનું પેંશન બંધ કરી દીધું છે. પૈસા બચાવી અમે ખજાનામાં જમા થતા આ રૂપિયા જનતા પર લગાવી રહ્યા છીએ.

By Desk
|
Google Oneindia Gujarati News

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા પહેલાં અમદાવાદમાં લોકોને કેટલાંય વચન આપ્યાં. આની સાથે જ તેમણે ગુજરાતની ભાજપ સરકાર પર ભારે નિશાન સાધ્યું. ભગવંત માને કહ્યું કે તેઓ કહેતા હતા કે લોકોના અકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આપશે, એટલું જ નહીં દરેક મહિને તેમના ખર્ચમાંથી 30 હજાર રૂપિયાનો ઘટાડો આવશે.

bhagwant mann

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે જો અરવિંદ કેજરીવાલ ફ્રીની રેવડી વહેંચે છે તો 15 લાખ રૂપિયા શું હતું? 27 વર્ષ જૂની મોંઘવારી, બેરોજગારી અને પેપર ફૂટતી સરકારને બદલવાની વાત કહેતાં ભગવંત માને કહ્યું કે તેઓ ચૂંટણી સર્વેમાં નથી આવતા, સીધા સરકારમાં આવે છે.

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે ધારાસભ્યોની પેંશન બંધ કરી દીધું છે. જેટલીવાર કોઈ ધારાસભ્ય બનતું હતું, તેટલીવાર તેની પેંશનમાં 60,000 રૂપિયા ઉમેરાતા હતા. પછી ભલે તે પાંચ દિવસ માટે જ ધારાસભ્ય કેમ બન્યો ના હોય. કેટલાય ધારાસભ્ય તો એવા હતા જેમને હારવામાં વધુ ફાયદો હતો. કેમ કે ધારાસભ્ય બની તેમનો પગાર 1 લાખ રૂપિયા જ્યારે હારીને તેમનું પેંશન 4-5 લાખ રૂપિયા થઈ જતું હતું.

ભગવંત માને કહ્યું કે જ્યારે કોઈ ધારાસભ્ય હોય ત્યારે તે જનતાની સેવા કરી રહ્યા હોય છે અને સેવાનું પેંશન નથી હોતું. આનાથી સરકારના કરોડો રૂપિયા બચી ગયા અને તે કરોડો રૂપિયાથી જ અમે જનતાને મફત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે પંજાબમાં તેમણે 9000 એકર જમીન છોડાવી છે, જેના પર મોટા નેતા અને મોટા લોકોનો કબ્જો હતો. આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહેવાના સવાલ પર ભગવંત માને કહ્યું કે તેઓ 130 કરોડ જનતાની એ ટીમ છે.

English summary
We have stopped MLAs' pension of 5-5 lakhs, saving the money and putting it on the public: CM mann
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X