For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં હવામાન માટે રેડ એલર્ટ : ગરમી 47 ડીગ્રી થઇ શકે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 3 જૂન : ગુજરાત ભરમાં ગરમીનો પ્રકોપ ચાલુ છે. સતત વધી રહેલી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સમગ્ર ગુજરાત રાજ્ય પૈકી આ વર્ષે અમદાવાદમાં સામાન્ય કરતા વધારે ગરમી પડી રહી છે. વરસાદનું આગમન થાય અને ઠંડક પ્રસરે તેની રાહ જોઇ રહેલા અમદાવાદના લોકોને વધુ મુશ્‍કેલીમાં મુકે તેવા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે.

રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે ચાલુ સપ્તાહમાં ગરમીનો પારો 47 ડીગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને 3, 4 અને 5 જુનના દિવસે ગરમીનો પારો રેકોર્ડ ઊંચી સપાટી પર પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશને રેડ એલર્ટ જાહેર કરવાની ફરજ પડી છે. લોકોને ત્રણ દિવસ સુધી સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ સપ્તાહ માટે લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે બપોરના સમયે બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં, જેથી લૂ લાગવાની સંભાવના ઘટાડી શકાય.

heat-wave

નોંધનીય છે કે જ્‍યારે કોઈ પણ શહેરનું ઊંચું તાપમાન 45 ડિગ્રીથી ઉપર પહોંચે ત્‍યારે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવે છે. અમદાવાદનું તાપમાન છેલ્લા કેટલાક દિવસથી 42-43 ડિગ્રી વચ્‍ચે રહે છે. આગામી ત્રણ દિવસમાં પારો 46.4 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો કે હવામાન વિભાગ દ્વારા હિટવેવની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

સોમવાર 2 જૂનના રોજ અમદાવાદમાં ગરમીનો પારો વધીને 44 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્‍યારે ઈડરમાં તાપમાન 43.8 અને ગાંધીનગરમાં 43.5 તેમજ સુરેન્‍દ્રનગરમાં 43.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

હાલમાં ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ પવન નીચલી સપાટી પર ફુંકાઇ રહ્યા છે. જેના પગલે છેલ્લા કેટલાદ દિવસમાં જ લૂ લાગવાના કેસમાં વધારો થયો છે. ખાનગી અને સરકારી હોસ્‍પિટલમાં જુદી જુદી ફરિયાદને લઇને લોકો પહોંચી રહ્યા છે. ખાસ કરીને શ્વાસ અને હૃદયની બિમારીથી પીડાતા લોકોને વધુ મુશ્કેલી થઈ શકે છે. બાળકોની વધુ કાળજી રાખવા કહેવામાં આવ્‍યું છે.

English summary
Weather alert in Gujarat : Temperature could reach 47 degrees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X