હવામાન અને તાપમાન બન્નેનો યુટર્ન : સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ

Subscribe to Oneindia News

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભરઉનાળે ચોમાસા જેવું માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગની મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે હવામાનમાં પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કેટલીક જગ્યા વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. અમરેલી, રાજકોટ, જામનગર,દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.

rain

કમોસમી વરસાદની પડતાની સાથે ખેડૂતોની ચિંતા વધારો થઇ ગયો છે. ઉનાળા પાકને નુક્શાન થાય તેવી ખેડૂતોમાં ભીતિ છે. કેરી, ડુંગળી, મગ, તલ, બાજરા જેવા પાકને ભારે નુકશાન થતા હાલતો ખેડૂતો ચિંતામાં છે. બીજી બાજુ વરસાદ પડતાની સાથે રાજ્યભરમાં ગરમીનો પારો ગગડ્યો છે. દિવસ અને રાત દરમ્યાન ઠંડું વાતાવરણ થઇ ગયું છે. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો છે.

તાપમાન

 • અમદાવાદ ૩૭.૪
 • ડીસા ૩૭.૪
 • ગાંધીનગર ૩૮
 • ઇડર ૩૭.૪
 • વીવી નગર ૩૭.૩
 • સુરેન્દ્રનગર ૩૯
 • સુરત ૩૨.૮
 • વડોદરા ૩૬.૩
 • વલસાડ ૩૨.૪
 • ભાવનગર ૩૫.૨
 • અમરેલી ૩૮
 • રાજકોટ ૩૯.૧
 • નલિયા ૩૩.૮
 • કંડલા એરપોર્ટ ૩૬.૬
 • ભુજ ૩૭.૮
English summary
Weather change : rain in Saurashtra region. Read more over here.
Please Wait while comments are loading...