સૌરાષ્ટ્ર વાસીઓ શિયાળામાં વરસાદ માટે તૈયાર રહો, હવામાન ખાતું

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં એક તરફ ઠંડીનો ચમકારો હવે ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં અનુભવાઇ રહ્યો છે ત્યાં જ અરબ સમુદ્રમાં હાલ વાવાઝોડું સર્જાયું છે તે ગુજરાત તરફ ફંટાવ તેવી સંભાવના હોવા કારણે સૌરાષ્ટ્ર પટ્ટા પર શિયાળામાં પણ વરસાદી માવઠું થવાની સંભાવના ઊભી થઇ છે. આ માટે ફિશરીઝ વિભાગે માછીમારોને આવનારા 48 કલાક સુધી દરિયામાં માછીમારી ના કરવા જણાવ્યું છે. કેરલા પાસે સર્જાયેલા સિવીઅર સાઇક્લોનિક સ્ટ્રોમ સિસ્ટમની અસર ગુજરાતમાં પણ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ત્રીજી અને ચોથી ડિસેમ્બરના રોજ દેખાશે. સાથે જ વાવાઝોડા સમતે વરસાદ પડવાની સંભાવના સૌરાષ્ટ્રના પટ્ટા પર વધુ રહેલી છે. આ ઠંડીમાં આ વિસ્તારની મુશ્કેલી વધી શકે છે.

Gujarat

ઉલ્લેખનીય છે કે કેરળ અને તમિલનાડુમાં ઓખી ચક્રવાતી તોફાને 200 થી વધુ ફસાયેલા માછીમારોને સેનાની મદદથી સુરક્ષિત નીકાળવામાં આવ્યા છે. વળી 16 લોકોની આ તોફાનના કારણે મોત થઇ હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આ વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં હવામાન બદલાયું છે. જેની અસર આવનારા સમયમાં ગુજરાતમાં પણ જોવા મળવાની છે. ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદ પડવાના કારણે શરદી ખાસી જેવા રોગોમાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે.

English summary
Weather Report : During 3rd and 4th December there may be rain in Saurashtra region.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.