ગુજરાતના જિલ્લાઓમાં 43 થી 46 ડીગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો

Subscribe to Oneindia News

રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધવાના કારણે જનજીવન ખોરવાયું, બપોરના સમય કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં કાળઝાળ ગરમીનું મોજું છેલ્લા ત્રણ દિવસથી યથાવત રહ્યું છે. લોકોને આજે પણ ગરમીથી રાહત નથી મળી રહી. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૫ ડીગ્રી સુધી પહોંચતા લોકો ત્રાહિમામ થઇ ગયા છે. ગરમીના કારણે રોડ સુમસામ થઇ ગયા છે લોકો બહાર નીકળવાનું ટાળ્યું છે.

weather

હવામાન વિભાગ દ્વારા હજુ ૫ દિવસ સુધી હીવેવની યથાવત રહેશે તેવી ચેતવણી આપી છે આગામી દિવસો હજુ ગરમીનો પારો વધે તેવી શક્યતા છે. રાજ્યભર ક્યાં કેટલું તાપમાન અમદાવાદ 43.6, ડીસા 44.2, ગાંધીનગર 43.8, ઇડર 45, આણંદ 42.4, સુરેન્દ્રનગર 45.3, વડોદરા 42.8, સુરત 37.8, વલસાડ 41.4, અમરેલી 44.3, ભાવનગર 41.8, રાજકોટ 43.5, નલિયા 41, કંડલા એરપોર્ટ 45.1, ભુજ 43.8, કંડલા પોર્ટ 45.1નો મહત્તમ તાપમાન નોંધાયો હતો.

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇ વેપારી સંગઠન અને સંસ્થાઓ દ્વારા ગરીબ અને શ્રમિક વિસ્તારોમાં પાણી, કોથળા, કપડા જેવી સુવિધાની સહાયતા કરી રહ્યા છે. તંત્ર દ્વારા પણ બપોરના સમય લોકોને કામ સિવાય ઘરની બહાર નહિ નીકળવા સુચના આપવામાં આવી રહી છે અને પુરા વસ્ત્રો પહેરવા જેથી શરીરને હીટ સ્ટ્રોકનો અસર ન થાય અને વધુ પાણી પીવા માટે સલાહ આપવામાં આવી રહી છે. હીટવેવ પ્લાન હેઠળ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

English summary
Weather Report : Temperature is rising in Gujarat.Read here more.
Please Wait while comments are loading...