For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, શિયાળુ પાકને નુકશાનની ભીતિ

રાજ્યમાં ફરી એક વાર વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજ્યમાં એક તરફ દિવસે આગ ઝરતી ગરમી અને રાતે ઠંડીના ચમકારા અનુભવાઈ રહ્યા છે ત્યાં ફરી એક વાર વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા જિલ્લાઓમાં આગામી 7 માર્ચે હળવા વરસાદની આગાહી કરી છે. વળી, આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના કારણે શિયાળુ પાકને નુકશાનની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

rain

રાજ્યના તાપમાનની વાત કરીએ તો બુધવારે રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ નોંધવામાં આવ્યો હતો. ગુરુવારે પવનની દિશા બદલાતા મહુવા અને વેરાવળ સિવાય તમામ શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી નીચે હતો. પવનોના કારણે આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત રહેશે. રવિવાર સુધી અમદાવાદમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધીને 36-37 ડિગ્રીએ પહોંચી શકે છે. જો કે, 15 માર્ચ સુધીમાં ગરમી 40 ડિગ્રી વટાવી જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદમાં પવનના કારણે ગુરુવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો. અમદાવાદનુ મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. જો કે, આગામી 24 કલાક દરમિયાન ગરમીથી રાહત રહ્યા બાદ 15 માર્ચથી ગરમીનો પારો વધીને 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધી ગરમીની સ્થિતિનો રિપોર્ટ જાહેર કર્યો છે જે મુજબ ઉત્તર ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી ગરમી રેકૉર્ડબ્રેક કરે તેવી શક્યતા નહિવત છે. ગરમીના 6 રાઉન્ડ આવી શકે છે જેમાં ગરમીનુ પ્રમાણ 41તી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. બીજી તરફ આ વખતે હવામાં ભેજનુ પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે. વળી, એપ્રિલ અને મે મહિનામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સાથે મહેસાણામાં કમોસમી વરસાદની શક્યતા છે.

English summary
Weather: Unseasonal rain forcast in North and South Gujarat on 7 March
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X