For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી પાંચ દિવસમાં વરસાદની સંભાવના, વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ

આગામી પાંચ દિવસમાં વરસાદની સંભાવના, વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ

|
Google Oneindia Gujarati News

રાહત કમિશનરશ્રી હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક શ્રી મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે,આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ,નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

weather watch group

સિંચાઈ વિભાગના અધિકારીશ્રીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૩,૧૬,૩૮૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૪.૭૦% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૪,૫૩,૫૯૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૮૧.૨૬% છે. હાલમાં રાજ્યમાં કુલ ૧૦૨ જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ ૨૩ જળાશય એલર્ટ ૫ર તેમજ ૧૧ જળાશય વોર્નીગ ૫ર છે.

કૃષિ વિભાગના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત ૮૩,૨૩,૨૨૦ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષના સમયગાળા દરમ્યાન ૮૧,૫૫,૨૨૦ હેક્ટર વાવેતર થયુ હતુ.

રાજ્યમાં હાલ NDRF ની ૩ ટીમ ડીપ્લોય કરાઈ છે, જેમાં કચ્છ-૧, નવસારી-૧, રાજકોટ-૧ NDRFની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં ૨ અને વડોદરામાં ૧૦ એમ કુલ-૧૨ ટીમ રીઝર્વ રખાઈ છે. તે સિવાય રાજ્યમાં SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.

આ બેઠકમાં ઉર્જા,માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, ફોરેસ્ટ, શહેરી વિકાસ સહિત વિવિધ વિભાગના અઘિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

English summary
Weather Watch Group meeting was held at SEOC, Gandhinagar in the presence of the Relief Commissioner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X