West Bengal Draft Voter List : બંગાળમાં ડ્રાફ્ડ વોટર લિસ્ટ જારી, 58 લાખથી વધુ નામ કપાયા

આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) એ SIR (ખાસ સઘન સુધારા પ્રક્રિયા) હેઠળ તૈયાર કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 58,20,898 મતદારોના નામ દૂર કરાયેલ યાદી મંગળવાર 18 ડિસેમ્બરના રોજ સાર્વજનિક કરી છે.

CEO કાર્યાલયના આંકડા મુજબ, મતદાર યાદીમાંથી નામ હટાવવા પાછળ અનેક કારણો જવાબદાર છે. તેમાં મતદારોનું મૃત્યુ, કાયમી સ્થળાંતર, અપ્રાપ્ય સરનામું, ડુપ્લિકેટ એન્ટ્રી અને અન્ય તકનીકી ખામીઓનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે આ પ્રક્રિયા નિયમો અનુસાર અને યાદીને વધુ સચોટ તથા પારદર્શક બનાવવાના હેતુથી હાથ ધરવામાં આવી છે.

ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરાયેલા મતદારોના વિગતવાર આંકડા નીચે મુજબ છે: મૃત જાહેર કરાયેલા 24,16,852 મતદારો, કાયમી સ્થળાંતર કરનારા 19,88,076 મતદારો, ગુમ/અપહોંચ 12,20,038 મતદારો, ડુપ્લિકેટ નામો 1,38,328 અને અન્ય કારણોસર 57,604 મતદારોના નામ હટાવવામાં આવ્યા છે. આમ, કુલ સંખ્યા 58,20,898 જેટલી થાય છે.

ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે ડ્રાફ્ટ યાદીમાંથી નામ દૂર થવાથી અસંતુષ્ટ મતદારોએ ચિંતા કરવાની જરૂર નથી. આવા મતદારો ફોર્મ-6 દ્વારા પોતાનો દાવો રજૂ કરી શકે છે. આ સાથે ઘોષણા પત્ર (Declaration Form) અને જરૂરી સહાયક દસ્તાવેજો જમા કરવા પડશે. દાવાઓ અને વાંધાઓ માટે 15 જાન્યુઆરી, 2026 અંતિમ તારીખ છે, જે બાદ અંતિમ મતદાર યાદી પ્રકાશિત થશે.

SIR અંતર્ગત ગણતરીનો તબક્કો ગયા અઠવાડિયે ગુરુવારે રાત્રે પૂર્ણ થયો, જેના આધારે આ ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કરાઈ છે. મોટી સંખ્યામાં નામો દૂર થતા રાજકીય વર્તુળોમાં હલચલ તેજ બની છે. SIR-2026 હેઠળ જાહેર થયેલી આ યાદી આગામી ચૂંટણીઓ પૂર્વે નિર્ણાયક કદમ છે, જેમાં મતદારોની સક્રિય ભાગીદારીથી જ અંતિમ સૂચિ સચોટ બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X