Railway મુસાફરો માટે સારા સમાચાર, પશ્ચિમ રેલવે દોડાવશે 10 જોડી સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ લિસ્ટ
Railway News: રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોના ધસારાને પહોંચી વળવા અને મુસાફરી વધુ સુવિધાજનક બનાવવા માટે ગુજરાત અને મુંબઈ વચ્ચે દોડતી 10 જોડી સ્પેશિયલ ટ્રેનોના સમયગાળામાં વધારો કર્યો છે. આ તમામ ટ્રેનો હવે માર્ચ 2026ના અંત સુધી કાર્યરત રહેશે.

આજથી બુકિંગ શરૂ
આ લંબાવવામાં આવેલી ટ્રેનો માટેનું બુકિંગ 08 ફેબ્રુઆરી 2026થી તમામ PRS કાઉન્ટર અને IRCTCની અધિકૃત વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે.
કઈ ટ્રેનોના સમયગાળામાં થયો વધારો? જુઓ સંપૂર્ણ વિગત:
રેલવે દ્વારા નીચે મુજબની ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
1. બાંદ્રા ટર્મિનસ - ભાવનગર (સાપ્તાહિક): ટ્રેન નં. 09207 (27 માર્ચ સુધી) અને ટ્રેન નં. 09208 (26 માર્ચ સુધી).
2. બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ (સાપ્તાહિક): ટ્રેન નં. 09415 અને 09416 બંને 26 માર્ચ, 2026 સુધી કાર્યરત રહેશે.
3. બાંદ્રા ટર્મિનસ - ઉધના (સ્પેશિયલ): ટ્રેન નં. 09055 અને 09056 ના ફેરા 31 માર્ચ, 2026 સુધી લંબાવ્યા છે.
4. બાંદ્રા ટર્મિનસ - ભુજ (દ્વિ-સાપ્તાહિક): ટ્રેન નં. 09037 (28 માર્ચ સુધી) અને ટ્રેન નં. 09038 (29 માર્ચ સુધી).
5. બાંદ્રા ટર્મિનસ - ભુજ (સાપ્તાહિક): ટ્રેન નં. 09009 (29 માર્ચ સુધી) અને ટ્રેન નં. 09010 (30 માર્ચ સુધી).
6. બાંદ્રા ટર્મિનસ - ભુજ (અન્ય સાપ્તાહિક): ટ્રેન નં. 09011 (31 માર્ચ સુધી) અને ટ્રેન નં. 09012 (25 માર્ચ સુધી).
7. બાંદ્રા ટર્મિનસ - વેરાવળ (સાપ્તાહિક): ટ્રેન નં. 09017 (29 માર્ચ સુધી) અને ટ્રેન નં. 09018 (30 માર્ચ સુધી).
8. બાંદ્રા ટર્મિનસ - ઉધના (દ્વિ-સાપ્તાહિક): ટ્રેન નં. 09035 (28 માર્ચ સુધી) અને ટ્રેન નં. 09036 (27 માર્ચ સુધી).
9. બાંદ્રા ટર્મિનસ - ઓખા (સાપ્તાહિક): ટ્રેન નં. 09561 (25 માર્ચ સુધી) અને ટ્રેન નં. 09562 (31 માર્ચ સુધી).
10. ભાવનગર - ગાંધીગ્રામ (દૈનિક): ટ્રેન નં. 09215 અને 09216 બંને સ્પેશિયલ ટ્રેનો 31 માર્ચ, 2026 સુધી દોડતી રહેશે.
મુસાફરો માટે ખાસ નોંધ
મુસાફરોએ ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની રચના વિશે વધુ માહિતી મેળવવા માટે રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા વિનંતી કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના આ નિર્ણયથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતા મુસાફરોને આગામી વેકેશન અને તહેવારોની સીઝનમાં કન્ફર્મ ટિકિટ મેળવવામાં સરળતા રહેશે.












Click it and Unblock the Notifications
