જાણો ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજીનામાં અંગે શુ કહ્યું?

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ખોડલધામના અગ્રણી અને ચેરમેન નરેશ પટેલે તેમના રાજીનામાં પરત ખેંચવાના મુદ્દે આજે રાજકોટમાં પ્રેસ કોંફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે હાલ તે તેમના બિઝનેસ ના વિકાસ માટે કામ કરી રહ્યા છે અને તેમને અન્ય બે ટ્રસ્ટમાં પણ કાર્યરત હોવાથી તેમણે ખોડલધામ માંથી રાજીનામુ આપ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે તે બિઝનેસ ના કામથી વિદેશમાં હતા અને તેમના રાજીનમાં બાદ વિવાદ થતા તેમને તત્ક્લીક રાજીનામુ પરત લઈ લીધું હતું.

naresh patel

એમણે એમ પણ જણાવ્યું કે ખોડલધામ ના પ્રમુખ પરેશ ગજેરા પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને તેમના કામ થી બધા ને સંતોષ છે. તો તેમની સાથે વાદ થવાનો પ્રશ્ન જ નથી. જોકે હજુ પણ તેમણે જણાવ્યું છે કે તે હજુ પણ ખોડલધામ ની જવાબદારી થી મુક્ત થવા ઈચ્છે છે આ માટે તમામ ને ખાતરી આપી હતી કે તે ખોડલધામ ને જરૂર પડે ત્યારે હાજર રહેશે.

બીજી તરફ હાર્દિક પહેલા આક્ષેપ લગાવ્યો હતો કે ખોડલધામ નું ભગવા કરણ કરવામાં આવ્યું છે. તે અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે ખોડલધામ ધાર્મિક અને સામાજિક સંસ્થા છે. તો કોઈપણ પ્રકારના રાજકારણ ને ચલાવી લેવામાં નહી આવે અને હાલ પણ કોઈ રાજકારણ નથી. આમ, છેલ્લા ઘણા દિવસથી ચાલતા ડ્રામાંનો અંત આવ્યો છે.

English summary
What chairman Naresh Patel said about the resignation?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.