જાણો ગુજરાતની પ્રજા શું પૂછવા માંગે છે વિજય રૂપાણીને?

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જે અંતર્ગત તે ટ્વિટર દ્વારા ગુજરાતની જનતાના પ્રશ્નોને સાંભળશે. ટ્વિટર પર તે 23 સપ્ટેમ્બર 2016ના રોજ ટ્વિટર ટાઉનહોલ યોજી સવારે 10:30થી બપોર 12:30 સુધી પ્રજાના પ્રશ્નોને સાંભળશે. આ માટે તમારે તમારા પ્રશ્નોને #AskVijayRupani હેશટેગનો ઉપયોગ કરીને ટ્વિટર પર પોસ્ટ કરવાના છે.

ત્યારે ગુજરાતની પ્રજાએ અત્યાર સુધીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેવા પ્રશ્નો પૂછ્યા છે તે વિષે જાણો અહીં. નોંધનીય છે કે આ તમામ પ્રશ્નોમાં સૌથી વધારે પ્રશ્ન "ફિક્સ વેતન પ્રથા"ને રદ્દ કરવાની માંગણી સાથે કરવામાં આવ્યા છે. ત્યારે કેટલાક પ્રશ્નો દ્વારા રાજકીય રોટલો પણ શેકવામાં આવ્યો છે. ત્યારે શું છે આ પ્રશ્નો વાંચો અહીં....

ફિક્સ વેતન પ્રથા ટોપ પર

અનેક લોકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીથી ફિક્સ વેતન પ્રથા મામલે પ્રશ્નો પૂછ્યા છે. અને મુખ્યમંત્રીથી આ પ્રથા નાબૂદ કરવાની માંગણી કરી છે.

શું છે ફિક્સ વેતન પ્રથા?

એટલું જ નહીં આ અંગે #removefixpay નામે, એક અલગ હેશટેગ પણ ચાલી રહ્યુ છે. નોંધનીય છે કે હાલ આ કેસ સુપ્રીમ કોર્ટમાં છે. પણ હાઇકોર્ટે આ નિયમને રદ્દ કરવા અંગે ચૂકાદો આપ્યો હતો. નોંધનીય છે કે અનેક રાજ્યોમાં આ પ્રથા બંધ કરવામાં આવી છે. અને કોન્ટ્રાક્ટ ધોરણે નોકરી આપવાની પ્રથાને નાબૂદ કરવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે.

મહત્વના પ્રશ્નો

એટલું જ નહીં કેટલાક લોકોએ પેન્સનને લઇને પણ કેટલાક વેધક સવાલ કરીને મુખ્યમંત્રીશ્રીની આ અંગે ત્વરિત મદદ માંગી છે.

આરક્ષણ મુદ્દો

નોંધનીય છે કે ગુજરાતમાં હાલ આરક્ષણનો મુદ્દો ટોપ પર છે. ત્યારે ટ્વિટરના આ માધ્યમ દ્વારા આરક્ષણ અંગે પણ અનેક સવાલો કરવામાં આવ્યા હતા.

ઓપન કેટેગરી

તો ઓપન કેટેગરી અંગે પણ સરકારની નીતિઓ વિષે પુછવામાં આવ્યું હતું.

પોલિસવાળીની પણ થઇ ફરિયાદ

તો ગુજરાતના પોલિસવાળાની ફરિયાદોઓ પણ ટ્વિટર માધ્યમે લોકોએ કરી હતી.

આપ દ્વારા પણ કરાયા સવાલ

ત્યારે ગુજરાત આપ દ્વારા પણ સરકારને કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં દલિત નેતા જીજ્ઞેષ મેવાણીના સંદર્ભે પણ સવાલ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ

તો ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ભાજપ સરકારને કેટલાક વેધક સવાલો પૂછવામાં આવ્યા હતા. ત્યારે જોવાનું તે રહે છે કે કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી આમાંથી કેટલા સવાલોનો જવાબ કોને અને કેવી રીતે આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X