For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી વચ્ચે બીજેપીનું મિશન રાજસ્થાન શું છે, જાણો કેવી રીતે અસર કરશે?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પર રોક લાગી ગઈ છે. 5 ડિસેમ્બરે છેલ્લા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે હવે બીજેપીએ મિશન રાજસ્થાન શરૂ કર્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પર રોક લાગી ગઈ છે. 5 ડિસેમ્બરે છેલ્લા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે હવે બીજેપીએ મિશન રાજસ્થાન શરૂ કર્યુ છે. બીજેપીએ રાજસ્થાનમાં આગામી વર્ષે યોજાવા જઈ રહેલી ચૂંટણી માટે રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાઓ શરૂ કરી છે. ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પર પણ આ ઝુંબેશની અસર પડી શકે છે.

vote

બીજેપી સતત રણનીતિ પર કામ કરતી રહે છે ત્યારે આ વર્ષે ઉત્તર પ્રદેશ સહિત પાંચ વિધાનસભાની ચૂંટણીનું મતદાન પુરૂ થતા જ પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રચાર શરૂ કરી દીધો હતો.બીજેપીની રણનીતિ સતત કામ કરવાની છે. તેના ટોચના નેતાઓ પોતે આ ઝુંબેશનો હિસ્સો બનેલા છે.

બીજેપીને રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડાએ જયપુરમાં જન આક્રોશ યાત્રાને લીલી ઝંડી આપી હતી. 51 રથને લીલી ઝંડી આપ્યા બાદ આ રથ 200 વિધાનસભામાં ફરશે અને 75 હજાર કિલોમીટરની યાત્રા કરશે.

બીજેપી રાજસ્થાનમાં સત્તા મેળવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરશે તમામ વિધાનસભા મતવિસ્તારોમાં લગભગ 20 હજાર ચૌપાલ અને નૂક્કડ સભાઓ કરશે. આ ઉપરાંત 20 હજાર સ્થળોએ જનસંપર્ક કરવાની યોજના બનાવી છે. આ 14 દિવસીય જન આક્રોશ અભિયાનમાં લોકો સાથે સીધો સંપર્ક કરાશે.

રાજસ્થાનમાં બીજેપીના કાર્યક્રમની અસર ગુજરાતમાં થવા જઈ રહેલા બીજા તબક્કાના મતદાન પર પણ થઈ શકે છે. ઉત્તર ગુજરાતની ઘણી સીટોના પરિણામ પર તેની અસર થઈ શકે છે.

અહીં જણાવી દઈએ કે, છેલ્લી ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં બીજેપી સીટોના મામલે કોંગ્રેસ કરતા પછળ રહી હતી. હવે બીજેપી કોંગ્રેસને માત આપવા મેદાને છે. ગુજરાત અને રાજસ્થાનની રણનીતિમાં ઘણો તફાવત છે. ગુજરાતમાં લગભગ ત્રણ દાયકાથી ભાજપ સત્તા પર છે, જ્યારે રાજસ્થાનમાં વારંવાર સરકારો બદલાતી રહે છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર બદલવાની તૈયારી કરી રહ્યું છે.

English summary
What is BJP's mission in Rajasthan amid Gujarat elections?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X