For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો છો? ગુજરાત સરકારે શહેરી વિકાસ માટે આપેલા રૂપિયા 1652 કરોડ ક્યાં ખર્ચાશે?

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 24 સપ્ટેમ્બર : આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા 'ગુજરાતની શાન ધબકતા શહેરો' કાર્યક્રમ અંતર્ગત અર્બન ડેવલપમેન્ટ ઓતોરિટી અને અન્ય શહેરી વિકાસ સંસ્થાઓને જરૂરી માળખાકીય સવલતો વિકસાવવા માટે રૂપિયા 1652 કરોડનું ભંડોળ ફાળવ્યું હતું.

આ પહેલા પણ રાજ્ય સરકારે શહેરી વિકાસ યોજનાઓ માટે રૂપિયા 1910 કરોડનું ભંડોળ ફાળવ્યું હતું. આમ, માળખાકીય વિકાસ અને જનસુખાકારી કામો માટે રાજ્ય સરકારે કુલ 3,562 કરોડની સહાય અત્યાર સુધીમાં ફાળવી છે તેમ કહેવાશે.

શહેરી ગૃહનિર્માણ રાજ્‍યમંત્રી શંકરભાઈ ચૌધરીના અતિથિ વિશેષ પદે યોજાનારા આ ગ્રાન્‍ટ-સહાય વિતરણ કાર્યક્રમમાં ર્સ્‍વણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતરમાળખાકીય વિકાસ કામો માટે ગુજરાત સરકાર 'ગુજરાતની શાન ધબકતા શહેરો' કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 1652 કરોડનું ભંડોળ રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને આપવાની છે. આ સંસ્થાઓ આ ભંડોળનો ક્યાં કેટલો ઉપયોગ કરશે તે જાણવા આગળ ક્લિક કરો...

1. આંતરમાળખાકીય વિકાસના કામો માટે 936 કરોડ

1. આંતરમાળખાકીય વિકાસના કામો માટે 936 કરોડ


આંતરમાળખાકીય વિકાસ કામો માટે 5 મહાનગરપાલિકા, 132 નગરપાલિકાઓ અને 7 શહેરી વિકાસ સત્તા મંડળોને 936 કરોડ ફાળવાશે.

2. ત્રણ સેવા સદન બનાવવા માટે 2.51 કરોડ

2. ત્રણ સેવા સદન બનાવવા માટે 2.51 કરોડ


રાજ્યમાં 3 નગરપાલિકાઓમાં નવા સેવાસદન બનાવવા માટે રૂપિયા 2.51 કરોડ ખર્ચાશે.

3. પાણી પુરવઠા અને ગટળ પાછળ 47.22 કરોડ

3. પાણી પુરવઠા અને ગટળ પાછળ 47.22 કરોડ


રાજયની 18 નગરપાલિકાઓમાં પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થાના કામો કરવા માટે રૂપિયા 47.22 કરોડ ફાળવાશે.

4. નિર્મળ ગુજરાત અભિયાન માટે 60 કરોડ

4. નિર્મળ ગુજરાત અભિયાન માટે 60 કરોડ


નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત પાંચ મહાપાલિકાઓ અને 119 નગરપાલિકાઓનાં મળીને 1,10,632 શૌચાલય નિર્માણ માટે રૂપિયા 60 કરોડની રકમ અપાશે.

5. આવાસ યોજના માટે 350 કરોડ

5. આવાસ યોજના માટે 350 કરોડ


રાજ્યમાં આથિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ, નિમ્‍ન આવક જૂથવાળા લોકો માટે આવાસની વિવિધ યોજનાઓ માટે 7 મહાનગરપાલિકા, 25 નગરપાલિકા, 6 શહેરી વિકાસ સત્તામંડળો અને ગુજરાત હાઉસીંગ બોર્ડને કુલ 350 કરોડ આપવામાં આવશે.

English summary
Where will Rs. 1652 crore fund spent given by Gujarat Government for urban development?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X