For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરેલીમાં રિપીટ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

|
Google Oneindia Gujarati News

amreli
હાલમાં દેશ-દુનિયાની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર ટકેલી છે. આવતી કાલે એટલે કે 13 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે, તેની વચ્ચે મીડિયાની નજર ખરાખરીની જંગવાળી બેઠકો પર રહેલી છે. જેમાં અમરેલી જિલ્લાની મુખ્ય બેઠક અમરેલીનો સમાવેશ થાય છે.

અમરેલી બેઠકની વાત કરીએ તો છેલ્લી પાંચ ચૂંટણીમાં આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. જોકે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે યુવા નેતા પરેશ ધાનાણીને મેદાન પર ઉતાર્યા હતા જેમાં તેમણે 51109 મત મેળવીને પરષોત્તમ રૂપાલાને માત આપી હતી. જેમાં પરોષત્તમ રૂપાલાને માત્ર 34795 વોટ મળ્યા હતા.

જોકે પરેશ ધાનાણી આ બેઠક પર પોતાનું પ્રભુત્વ જમાવી શક્યા નહીં, અને 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક પર પોતાનો ઉમેદવાર બદલી નાખ્યો. તેમણે આ બેઠક પર પરષોત્તમ રૂપાલાને રિપીટ નહી કરતા દિલીપ સાંઘાણીને મેદાને ઉતાર્યા, જેનો ફાયદો ભાજપને આ બેઠક પર જીત મળીને થયો. દિલીપ સાંઘાણીનો આ બેઠક પર 48767 મતોની ઝંગી બહુમતીથી વિજય મેળવ્યો જ્યારે પરેશ ધાનાણીને 44578 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

અમરેલી બેઠક:
આ બેઠક પર છેલ્લી પાંચ ચૂંટણીથી ભાજપનો દબદબો રહ્યો છે. આ બેઠકમાં કુલ મત 2,48,461 છે. જેમાં મહિલા મતદારો 11,9,811 જેટલા છે અને પુરુષ મતદારો 12,8,650 જેટલા છે. બેઠકમાં આવતી અમરેલી નગરપાલીકાની કુલ ૩૬ બેઠકોમાંથી ભાજપના ફાળે 29 અને કોંગ્રેસના ફાળે 7 બેઠકો છે. જ્યારે તાલુકા પંચાયતમાં 19 પૈકી ભાજપની 13 કોંગ્રેસની 6 બેઠકો છે. જ્યારે વડિયા તાલુકામાં પણ ભાજપનું બોર્ડ છે. આ ઉપરાંત અમરેલી જિલ્લા પંચાયતની અમરેલી બેઠકમાં ૮ સીટો આવે છે જેમાં પણ ભાજપ 7 બેઠકોથી કોંગ્રેસની એક કરતા આગળ છે.

મુખ્ય ઉમેદવારો પર એક નજર:

દિલીપ સાંઘાણી (ભાજપ) :
સાંસદ રહી ચૂકેલા 85 વર્ષીય દિલીપ સાંઘાણી આ બેઠક માટે પ્રબળ દાવેદાર મનાય છે. તેમણે બીએ, બી.કોમ અને એલએલબી સુધી અભ્યાસ કર્યો છે. તેમણે ચૂંટણી પંચ સમક્ષ પોતાની મિલકત 9.30 કરોડ દર્શાવી છે. અમરેલી બેઠકમાં તેમનું સારુ એવું પ્રભુત્વ ધરાવે છે.

પરેશ ધાનાણી (કોંગ્રેસ):
36 વર્ષીય પરેશ ધાનાણી કોંગ્રેસના સક્રિય યુવા નેતા છે. અને તેઓ યુથ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં સક્રિય રીતે કાર્યરત છે. તેમણે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. ચૂંટણી પંચ સમક્ષ તેમણે તેમની મિલકત 1.03 કરોડ જેટલી દર્શાવી છે. તેઓ અમરેલી તાલુકાના પૂર્વ ધારાસભ્ય છે. અને પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ કોઇ પણ વિવાદમાં સપડાયા નથી. તેમની છબિ પ્રજા સમક્ષ સાફસુથરી છે. દીલિપ સાંઘાણીની વિવાદીત છબિ તેમને આ ચૂંટણીમાં ફાયદો કરાવી શકે છે.

પ્રાગજીભાઇ હીરપરા (જીપીપી) :
પ્રાગજીભાઇ પીરપરા ગુજરાત પરિવર્તન પાર્ટીના જિલ્લા પ્રમુખ છે. તેમની મિલકત 51.95 લાખ છે. તેઓ ગુજરાત પરિવર્તન પાર્ટીના નિર્માણ પહેલા ભાજપમાં જિલ્લા સંગઠનના હોદ્દેદાર હતા.

વનઇન્ડિયા સમિક્ષા:
ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર અમરેલી બેઠક માટે રીપિટ કર્યા છે. તેમણે આ બેઠકમાં કોઇ ફેરફાર કર્યા નથી, 2007ના જ યોદ્ધાઓને 2012ની વિધાનસભા ચૂંટણી માટે મેદાને ઉતાર્યા છે. બંને પક્ષોને પોતપોતાના ઉમેદવાર પર પૂરેપૂરો ભરોશો છે. જોકે ભાજપી ધારાસભ્ય અને કૃષિ મંત્રી દિલીપ સંઘાણી સામે ૫૦૦ કરોડનાં ભ્રષ્ટાચારનો આરોપ છે તેમના પર જમીનોનું મોટું કૌભાંડ, કુટુંબીજનોના નામે મોટી અસ્કયામતો હોવાના પણ આરોપો છે. આ અંગે તેમની સામે આર.ટી.આઈ. કાર્યકર્તા નાથાભાઈ સુખડિયાએ ભારે લડત ચલાવી હતી. આ રીતે દિલીપ સાંઘાણી અનેક વિવાદોમાં સપડાયેલા છે, જેના કારણે તેમને આ બેઠક પર હારનો પણ સામનો કરવો પડી શકે છે. જ્યારે સામે કોંગ્રેસી ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીની છબિ નીર્વિવાદ અને સાફસુથરી છે, તેમજ એન્ટી ઇન્કમ્બન્સી તેમને જીતાડી શકે છે. માટે આ બેઠક પર ખરાખરીનો જંગ જોઇ શકાય છે. પરંતુ ભાજપના ગઢ સમાન આ બેઠક પર પ્રજા કોની પસંદગી કરે છે તે 20 ડિસેમ્બરનું પરિણામ જ જણાવશે.

દરેક પક્ષોએ આ બેઠક પર જીત મેળવવા પ્રજાના મન જીતવાના પ્રયાસ કર્યા છે. અત્યાર સુધી ઢોલ નગારા વગાડીને પોતાનો અવાજ પ્રજા સુધી દરેક ઉમેદવારોએ પહોંચાડી દીધો હવે પ્રજા 13 ડિસેમ્બરના રોજ બેલેટ બટન દબાવીને પોતાના મનની વાત ઉમેદવારો સુધી પહોંચાડશે.

English summary
On Amreli constituency who will lead, BJP or Congress?, a review by oneindia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X