For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરમાં સૌપ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થપાશે, ભારત સરકારે મંજુરી આપી!

ગુજરાત માટે કેન્દ્ર તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે ગુજરાતના જામનગર ખાતે વિશ્વના પ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપ્ના માટે મંજુરી આપી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

જામનગર : ગુજરાત માટે કેન્દ્ર તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે ગુજરાતના જામનગર ખાતે વિશ્વના પ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપ્ના માટે મંજુરી આપી છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં સ્થપાનાર આ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટે પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર હશે.

WHO

જામનગરમાં સ્થાપનારૂ આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે તેમજ પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે. WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે અને પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સહકાર આપશે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩મી નવેમ્બર ૨૦૨૦ ના રોજ જામનગર ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) ને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ તરીકે મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરીને ગુજરાતને આરોગ્યક્ષેત્રે એક ભેટ આપી હતી. આ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, હવે આ WHO GCTM ની આ ભેટે જન આરોગ્ય સુખાકારી ક્ષેત્રમાં ગુજરાતની અગ્રેસરતાની નવી દિશા ખોલી આપી છે.

English summary
WHO Global Center for Traditional Medicine to be set up in Jamnagar, Government of India approves!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X