For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ, "નવા બેન" અને ગુજરાત સીએમ પદની રાજરમત

|
Google Oneindia Gujarati News

ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ આજે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. અને અમદાવાદ પહોંચવાની સાથે જ શાહના દરબારમાં ભાજપના મોટા નેતાઓ એક પછી એક અમિત શાહના દરબારમાં હાજર થતા જવો મળ્યા હતા. આજે દિવસભર અમિત શાહ પાર્ટીના વિવિધ વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરીને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવી તે અંગે નિર્ણય લેવાના છે. અને શુક્રવારે સવારે ગુજરાતના સીએમ અધિકૃત રીતે શપથવિધિ કરશે.

સુત્રો પાસેથી પ્રાપ્ત થતી જાણકારી મુજબ ગુજરાતના મુખ્યમંત્રી પદ સમેત મંત્રીમંડળ પણ ધરખમ ફેરફાર થવાનો છે. એટલું જ નહીં શાહના આવવાની પહેલા જ વિજય રૂપાણી સંકેત આપી દીધો હતો કે સીએમની લિસ્ટમાં તે બિલકુલ નથી. વળી અમિત શાહનું નામ પણ આ લિસ્ટમાંથી બાકાત થઇ ગયું હતું જે બાદ શાહના સર્મથકો થોડા નારાજ હતા પરંતુ રાજકીય વતુર્ળમાં ચર્ચા છે કે મુખ્યમંત્રી કોઈ પણ બને ગુજરાતની ધૂંરા અમિત શાહના હાથમાં જ રહેશે.

ત્યારે ગુજરાતના નવા સીએમ પદ માટે જે શોધ ભાજપમાં ચાલી રહી છે તેમાં કોણ પેદુ છે અને કોણ વજીર તે જાણો અહીં....

કઠપૂતળીની સરકાર?

કઠપૂતળીની સરકાર?

મોદી જ્યારે વડાપ્રધાન બન્યા હતા અને તેમણે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. ત્યારે કહેવાતું હતું કે આનંદીબેન ખાલી કઠપૂતળી છે ગુજરાતનો દોરીસંચાર તો મોદીનો જ રહેશે. અને આજે પણ જ્યારે આનંદીબેને રાજીનામું આપ્યું છે ત્યારે સ્થિતમાં કંઇ ખાસ ફેરફાર નથી આવ્યો. આગળ વાંચો.

કઠપૂતળીની સરકાર?

કઠપૂતળીની સરકાર?

જે રીતે ગુજરાતના મુખ્યમંત્રીનો પસંદગી કરવા માટે દિલ્હીથી નિરીક્ષકો ગુજરાત આવ્યા છે અને સવારથી જે રીતે અમિત શાહ કાર્યકર્તાઓ અને વરિષ્ઠ નેતાઓ જોડે વાત ચીત કરી રહ્યા છે તે જોતા એક વાત તો પાકી છે કે મુખ્યમંત્રી કોઈ પણ બને ગુજરાતની ધૂંરા અમિત શાહના અને મોદીના હાથમાં જ રહેશે. ભલેને પછી ગુજરાતમાં કંઇ ખરાબ થાય તો મુખ્યમંત્રીનો વાંક અને સારું થાય તો...

કોણ કરશે પસંદગી?

કોણ કરશે પસંદગી?

ગુજરાતના નવા મુખ્યમંત્રીની પસંદગી દિલ્હીથી આવેલા નિરીક્ષકો કરશે. જેમાંથી એક નામ એટલે અમિત શાહ તો અહીં આવી જ ચૂક્યા છે. અને શુક્રવારે અન્ય બે કેન્દ્રીય નિરીક્ષકો નીતિન ગડકરી અને સરોજ પાંડે આવવાના છે. ચલો માન્યું કે નીતિન ગડકરી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે તથા શીપીંગ કેન્દ્રીય પ્રધાન હોવાના કારણે સમ ખાવા માટે પણ પહેલા ગુજરાત આવી ચૂક્યા છે. અને તે ગુજરાતનું રાજકારણ આંશિક રીતે સમજતા પણ હશે પણ આ સરોજ પાંડે કોણ છે?

સરોજ પાંડે?

સરોજ પાંડે?

સરોજ પાંડે છત્તીસગઢના દુર્ગના વિસ્તારના સાંસદ છે. તે આ પહેલા મેયરથી લઇને સાંસદ તરીકેની મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે. પણ છત્તીસગઢના સાંસદ ગુજરાતના રાજકારણ અને સીએમની પસંદગી કેટલી યથાર્થતાથી કરી શકે છે તે હવે જોવું પડે!

મગનું નામ મરી

મગનું નામ મરી

ગુજરાતના સીએમ અંગે છેલ્લો નિર્ણય શુક્રવારે એટલે કે કાલે થશે. સાથે જ નવા મંત્રીમંડળનું પણ નિર્માણ થશે જેમાં પણ ધરખમ ફેરફાર થવાના છે.

ફરી પટેલ નેતા

ફરી પટેલ નેતા

અમિત શાહ અને વિજય રૂપાણીના નામ પર જે રીતે નનૈયો પડી રહ્યો છે અને જે રીતે નિરીક્ષકો સાથે મળીને આવ્યા પછી નીતિન પટેલ મલક મલક મલકાઇ રહ્યા છે તે જોતા ચાન્સીસ વધી જાય છે કે ગુજરાતને ફરી એક વાર પટેલ નેતા મળી શકે છે.

કાલે ઉઠશે પડદો

કાલે ઉઠશે પડદો

પણ કહેવાય છે ને રાજકારણમાં છેલ્લે કોણ કયો પાસો પાડી નાંખે કહી ન શકાય તે જ રીતે ગુજરાત સીએમની આ શતરંજની બાજીમાં વજીરપદે બેઠાલા અમિત શાહ કોનું પત્તુ કાપે અને કોના માથે મુગટ પહેરાવે તે વાત શુક્રવારે સ્પષ્ટ થઇ જશે.

English summary
amit shah in gujarat. Hunt is on for gujarat cm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X