જાણો કોણ સંભાળશે ગુજરાતનું સુકાન, કોણ બનશે બીજો મોદી!

Google Oneindia Gujarati News

નવી દિલ્હીસ, 10 મે: લોકસભા ચૂંટણીના પરિણામ આવવામાં હવે થોડાક જ દિવસો બાકી છે. 16 મેના રોજ એ નક્કી થઇ જશે કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની રહેશે કે પછી જનતા કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવીને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવાની તક આપે છે. જે પ્રકારે દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં મોદીની લહેર ચાલી રહી છે તો લાગે છે કે કેન્દ્રમાં મોદીની સરકાર બનશે. ભાજપ અને સંઘ માનીને ચાલી રહ્યા છે કે મોદી જ દેશના વડાપ્રધાન બનશે. એવામાં હવે ગુજરાતના નવા મુખ્યમંત્રીને લઇને વિચાર-વિમર્શ શરૂ કરી દેવામાં આવ્યો છે.

મોદી બાદ કોના હાથમાં ગુજરાતની સત્તા આપવામાં આવે તેને લઇને સંઘમાં માથાપચ્ચી ચાલી રહી છે. સંઘના ઉચ્ચ પદસ્થ સૂત્રોના હવાલાથી આવેલા સમચાર અનુસાર ગુજરાતમાં સંઘ પોતાની વિચારધારાના કટ્ટર સમર્થકને જ મુખ્યમંત્રીની ખુરશી પર જોવા માંગે છે. ભલે નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી રહેતા સંઘ ગુજરાતમાં પોતાની યોજનાઓને લાગુ કરવામાં ખાસ સફળ નથી રહ્યું પરંતુ ગુજરાતને સંઘ હિન્દુત્વની પ્રયોગશાળા બનાવી રાખવા ઇચ્છે છે.

સંઘના નજીકના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સંઘના નજીકના જ મોદીના ઉત્તરાધિકારી બની શકે છે. સંઘ મહામંત્રી ભીખુભાઇ દલસાણિયાના નામ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. લોકો ખાસ કરીને સંઘના લોકો આ વાતને સારી રીતે જાણે છે કે નરેન્દ્ર મોદીની સહમતિ વગર તેઓ પોતાની પસંદગીના લોકોને કમાન આપી શકે નહીં. આ અંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતે સરકાર્યવાહ ભૈયાજી જોશીને નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ સાથે વાત કરવાની જવાબદારી સોંપી છે. જ્યારે સંગઠન મહામંત્રી રામલાલને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓનું મન ઝંઝોળવા કહ્યું છે. જોકે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીને લઇને હજી સુધી કોઇ પત્તા ખોલ્યા નથી.

આની વચ્ચે એ પણ સમાચાર આવી રહ્યા છે કે મોદી સંઘને પાછળ મૂકીને પોતાની ટીમમાંથી કોઇને ગુજરાતની જવાબદારી આપી શકે છે. આ લિસ્ટમાં મોદીના વિશ્વાસપાત્ર કેબિનેટ મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, નાણા મંત્રી નિતિન પટેલ, પેટ્રોલિયમ અને એનર્જી મંત્રી સૌરભ પટેલ ઉપરાંત મોદીના ખાસ અમિત શાહના નામનો પણ સમાવેશ થાય છે.

કોણ કોણ બની શકે છે ગુજરાતના બીજા મોદી...

ભીખુભાઇ દલસાણિયા

ભીખુભાઇ દલસાણિયા

સંઘ મહામંત્રી ભીખુભાઇ દલસાણિયાના નામ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. લોકો ખાસ કરીને સંઘના લોકો આ વાતને સારી રીતે જાણે છે કે નરેન્દ્ર મોદીની સહમતિ વગર તેઓ પોતાની પસંદગીના લોકોને કમાન આપી શકે નહીં. આ અંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતે સરકાર્યવાહ ભૈયાજી જોશીને નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ સાથે વાત કરવાની જવાબદારી સોંપી છે.

આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલ

આની વચ્ચે એ પણ સમાચાર આવી રહ્યા છે કે મોદી સંઘને પાછળ મૂકીને પોતાની ટીમમાંથી કોઇને ગુજરાતની જવાબદારી આપી શકે છે. આ લિસ્ટમાં મોદીના વિશ્વાસપાત્ર કેબિનેટ મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના નામનો પણ સમાવેશ થાય છે.

નિતિન પટેલ

નિતિન પટેલ

આની વચ્ચે એ પણ સમાચાર આવી રહ્યા છે કે મોદી સંઘને પાછળ મૂકીને પોતાની ટીમમાંથી કોઇને ગુજરાતની જવાબદારી આપી શકે છે. આ લિસ્ટમાં મોદીના વિશ્વાસપાત્ર નાણા મંત્રી નિતિન પટેલ નામનો પણ સમાવેશ થાય છે.

સૌરભ પટેલ

સૌરભ પટેલ

આની વચ્ચે એ પણ સમાચાર આવી રહ્યા છે કે મોદી સંઘને પાછળ મૂકીને પોતાની ટીમમાંથી કોઇને ગુજરાતની જવાબદારી આપી શકે છે. આ લિસ્ટમાં મોદીના વિશ્વાસપાત્ર પેટ્રોલિયમ અને એનર્જી મંત્રી સૌરભ પટેલ ઉપરાંત મોદીના ખાસ અમિત શાહના નામનો પણ સમાવેશ થાય છે.

English summary
Who will be next Chief Minister of Gujarat after Narendra Modi become Prime Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X