For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠાનું ઉલ્ટા પ્રવાહનું રાજકીય ગણિત કોને ફાયદો કરાવશે?

રાજ્યમાં ઉત્તરે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે અને રાજસ્થાનને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો રાજકીય દ્રષ્ટીએ ઘણો મહત્વનો છે. બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં ઉત્તરે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે અને રાજસ્થાનને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો રાજકીય દ્રષ્ટીએ ઘણો મહત્વનો છે. બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. ઠાકોર, પટેલ અને દલિત મતદારોના પ્રભુત્વ ધરાવતા આ જિલ્લામાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યુ છે. રાજ્યમાં ભાજપનો સુર્ય મધ્યાહ્ને હતો ત્યારે, પણ બનાસવાસીઓએ કોંગ્રેસને પ્રાથમિકતા આપી છે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને 2 બેઠક અને કોંગ્રેસને 7 બેઠક મળી છે.

congress

બનાસકાંઠાના રાજકીય સમીકરણની દ્રષ્ટીએ હાલમાં ભાજપ પાસે ડીસા અને કાંકરેજ બેઠક છે. કાંકરેજ બેઠક પરથી કીર્તિસીંહ વાઘેલા રાજ્યકક્ષાના મંત્રી છે. ત્યારે, કોંગ્રેસમાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, દલિત નેતા જિગ્નેશ મેવાણી બનાસકાંઠાથી કોંગ્રેસના મજબુત નેતાઓ છે. તો, ભાજપમાંથી પૂર્વ મંત્રી શંકર ચૌધરી મજબુતીથી એક મોટા ચહેરા તરીકે અને સહકારીક્ષેત્રના આગેવાન તરીકે રાજકીય દબદબો ધરાવે છે. તેમણે ગત ચૂંટણીમાં વાવ બેઠક પરથી હારનો સામનો કર્યો હતો.

વર્તમાનમાં સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયતોમાં ભાજપનો કબ્જો છે. ત્યારે, બનાસકાંઠા જિલ્લા પંચાયત કોંગ્રેસના કબ્જામાં છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં સાત બેઠક આપી હતી. ત્યારે, રાજકીય ગતિથી ઉલ્ટા પ્રવાહે ચાલનારો બનાસકાંઠા જિલ્લો આ વખતે કયા પક્ષને આશીર્વાદ આપશે તે તો સમય બતાવશે પરંતું, હાલમાં દાવેદારો મતદારોને રીઝવવાના પ્રયાસમાં લાગી ગયા છે.

English summary
Who will benefit from Banaskantha's counter-current political math?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X