For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : સુરતના હીરા વેપારીએ સ્ટાફને ફ્લેટ્સ શા માટે ભેટમાં આપ્યા?

|
Google Oneindia Gujarati News

સુરત, 23 ઓગસ્ટ : દિવાળીના તહેવારે નાના મોટા સૌને ભેટ આપીને તેમના પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે. દેશના બિઝનેસ હાઉસીસમાં પણ આ પ્રણાલી વર્ષોથી ચાલી આવે છે. જો કે સુરતના એક હીરા વેપારીએ જે કર્યું છે તે દેશના મોટામાં મોટા બિઝનેસ હાઉસને પણ આશ્ચર્યમાં મૂકે તેવું છે. સુરતમાં હીરાના વેપારીએ દિવાળીના બોનસમાં પોતાના સ્ટોફને ફ્લેટ્સની ભેટ આપી છે.સુરતના હીરા વેપારી સાવજીભાઇ ઢોલકિયાએ પોતાના સ્ટાફને રૂપિયા 50 કરોડની ભેટો આપી છે. આ ભેટ તેમણે શા માટે આપી તે જાણવા આગળ વાંચો...

આ દિવાળી પર સુરતના હીરા વેપારી સાવજીભાઈ ધોળકિયાએ બતાવેલી દરિયાદિલીની ચર્ચા આખા દેશમાં છે. સાવજીભાઈએ ગઈ દિવાળીએ પણ 100 કર્મચારીઓને કાર ગિફટમાં આપી હતી. તેમણે ગુજરાતનું નામ ફરી એકવાર પથદર્શક રાજ્ય તરીકે આગળ કર્યું છે.

savji-dholakia-surat

સુરતમાં હરિકૃષ્‍ણા એક્‍સપોર્ટના ચેરમેન સાવજીભાઈએ પોતાના 1200 કર્મચારીઓને અંદાજે રૂપિયા 50 કરોડની ભેટ આપી છે. આટલી મોટા રકમની ભેટ આપનાર કંપનીને ઢોલકિયાએ 1991માં પોતાના ત્રણ ભાઈઓ સાથે મળીને એક રૂપિયામાના બિઝનેસ સાથે શરૂ કરી હતી. આજે કંપનીનો બિઝનેસ 6000 કરોડનો છે. કંપનીએ આ ભેટને લોયલ્‍ટી બોનસ જણાવ્‍યું છે.

1200 કર્મચારીઓને કેવી ગિફ્ટ આપી?
525 કર્મચારીઓને 3.5 લાખ રૂપિયાની હીરાની જવેલરી
200 કર્મચારીઓને બે રૂમના ફલેટ
491 કર્મચારીઓને ગિફટમાં કાર

વધારે ભણેલો નથી

આવી ભેટ આપવા પાછળનું કારણ જણાવતા સાવજીભાઇએ જણાવ્યું કે 'મેં વધારે અભ્‍યાસ કર્યો નથી. હું માત્ર 4 ચોપડી ભણેલો છું. હું મારા અનુભવથી રોજ શીખું છું. અમે ચારે ભાઈ મળીને ડાયમંડ ઈન્‍ડસ્‍ટ્રીમાં આવ્‍યા. મારો નાનો ભાઈ સૌથી વધુ ભણેલો છે. હું બહું ભણ્‍યો નથી એટલે રોજ શીખું છું. હું વધુ ભણ્‍યો હોત તો આવી વિચારધારા પણ ના હોત. જો હું હાર્વડમાં ભણીને આવ્યો હોત તો કદાચ આટલી દરિયાદિલી ન હોત. અમે અમારા કર્મચારીઓની પ્રામાણિકતા અને મહેનતના દમ પર અહીં સુધી પહોંચ્‍યા છીએ. એવામાં નફો એકલો પચાવી શકું નહીં.'

ઢોળકિયાએ કહ્યું કે 'આ દિવાળીમાં મેં ગિફટ આપવામાં 50 કરોડ ખર્ચ કર્યો છે. પહેલા મેં વિચાર્યું હતું કે બધાને કાર આપું. મને જાણવા મળ્‍યું કે 200 લોકોની પાસે ઘર નથી, તે પછી યોજના બદલી. જેમની પાસે ઘર પણ હતું અને કાર પણ હતી, તેમની પત્‍નીને જવેલરી આપવામાં આવી. 451 લોકોને કાર આપવામાં આવી. મારું માનવું છે કે, તેનાથી બીજી કંપનીઓને પણ પ્રેરણા મળશે. મે મારા કર્મચારીઓ માટે ક્રિકેટ, વોલિબોલ, ટેનિસ કોટ, સ્‍વિમિંગ પૂલ અને જીમની વ્‍યવસ્‍થા કરી છે.'

English summary
Why Surat's diamond trader has distributed 50 crore gifts among staff?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X