યુથ વોટર ફેસ્ટિવલ-2023માં સ્પર્ધાઓમાં વિજેતા સ્પર્ધકો પુરસ્કાર અપાયા

Youth Water Festival 2023: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 14 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વર્ગના મતદારોમાં પોતાના મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય તે ભારતીય પોસ્ટ વિભાગ, CREDAI અને મુખ્ય નિર્વાચન અધિકારી વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ, મહેમાનો, મહાનુભાવો તથા યુવા મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તના શપથ લેવડાવ્યા હતા.

Youth Water Festival 2023

આ ઉપરાંત ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યપાલના હસ્તે અધિકારીઓ - કર્મચારીઓને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલના હસ્તે યુથ વોટર ફેસ્ટિવલ-2023માં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર સ્પર્ધકોને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલે આ અવસરે જણાવ્યું હતું કે, ભારતનું લોકતંત્ર સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સ્વતંત્ર ભારતના મતદાર એવા નાગરિકો લોકતંત્ર પ્રત્યેની પોતાની જવાબદારી પ્રમાણિકપણે નિભાવે. તેમણે ઉમેર્યું કે, યુવા મતદારો માત્ર મતદાતા જ નહીં, મતદાન માટે લોકજાગૃતિના પ્રહરી બને.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X