ખેડૂતોની ઈચ્છા વગર નહીં બને ‘સર’ : મોદી

માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (સર)થી પ્રભાવિત આ ખેડૂતોએ સવારથી મુખ્યપ્રધાન સાથે મુલાકાત માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. ભારતીય કિસાન સંઘના પરાધિકારીઓ, ભારતીય જનતા પક્ષના આગેવાનો સહિત અગ્રણી ખેડૂતોએ મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે સર માટે તેઓ કોઈ પણ સંજોગોમાં તેમની જમીન આપવા માંગતા નથી.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખેડૂતોને સાંત્વના આપતા જણાવ્યું કે ખેડૂતોની મરજી વિના તેમની જમીન સંપાદિત નહીં કરવામાં આવે. વધુમાં તેમણે જણાવ્યું કે આગામી 15 ઓગસ્ટ સુધીમાં રાજ્ય સરકાર સર બાબતે યોગ્ય નિર્ણય જાહેર કરશે.












Click it and Unblock the Notifications
