મંદિરમાંથી મહિલા પાસેથી 2000 તથા 500ની 16.13 લાખની નોટો ઝડપાઈ

Subscribe to Oneindia News

ભૂજમાં પોલીસે બાતમીને આધારે મંદિરમાં આવેલી મહિલાને રૂપિયા 10 થી 2000 ના દરની 16.13 લાખ રૂપિયાના મૂલ્યની 12,880 નોટો સાથે ઝડપી પાડી હતી. આ ઘટનામાં પ્રાથમિક માહિતી મુજબ પોલીસ જણાવી રહી છે કે મહિલા કમિશનથી કામ કરતી હશે અને કમિશન લઇને નાણા બદલી આપતી હશે.

bhuj

ઉલ્લેખનીય છે કે ભૂજમાં રૂપિયા 500 ની નવી ડિઝાઇનની નકલી નોટ છાપવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ આ મહિલા ઝડપાઈ હતી. પોલીસ ચકાસી રહી છે કે આ નોટો અસલી છે કે નકલી. પોલીસને બાતમી મળી હતી કે આ મહિલા કેશ સાથે ભૂજ સ્વામિનારાયણ મંદિરમાં આવવાની છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાએ મંદિર જેવી જગ્યા એટલે પસંદ કરી કે કોઈને નાણાના ફેરબદલની શંકા ન જાય.

English summary
woman arrested from temple with 16.13 lakhs in 2000 and 500 notes
Please Wait while comments are loading...