For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છરો લઇને મહિલા નરેન્દ્ર મોદીની ઓફિસમાં ધૂસી ગઇ!!!

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 1 જુલાઇ : અમદાવાદ પોલીસે શુક્રવારે 28 જૂન, 2013ના રોજ છરો લઇને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નવી બનાવેલી ઓફિસમાં પહોંચી ગયેલી મહિલાની ધરપકડ કરી હતી. સુરતની આ મહિલા સ્વર્ણિમ સંકુલમાં આવેલા હાઇ સિક્યુરિટી ઝોનનો પ્રથમ વ્યૂહ પાર કરવામાં સફળ બની હતી અને બીજા વ્યૂહમાં પ્રવેશી હતી.

narendra-modi-at-global-summit

સુરક્ષા વ્યવસ્થાના બીજા સ્તરમાં આ 35 વર્ષીય મહિલા છરા સાથે પ્રવેશી એવું જ એલાર્મ વાગવાનું શરૂ થઇ ગયું હતું. આ એલાર્મે સમગ્ર સચિવાલયમાં એલર્ટ પહોંચાડી દીધો હતો. આ મહિલાની ઓળખ ઝુબેરિયા ઉસ્માન હફિઝ તરીકે કરવામાં આવી છે. તેણે પકડાઇ જતા અમદાવાદનું એડ્રેસ જણાવ્યું હતું પણ વધારે તપાસમાં તે સુરતની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસનું કહેવું છે કે સુરતમાં રહેતા તેના પરિવાર સાથે તેનો કોઇ સંબંધ નથી.

મહિલા પકડાતા સમગ્ર પોલીસ તંત્રમાં ચર્ચા શરૂ થઇ હતી કે નવનિર્મિત સંકુલમાં હાઇ સિક્યુરિટી હોવા થતાં મહિલા પહેલું સિક્યુરીટી રાઉન્ડ પસાર કરવામાં સફળ કેવી રીતે થઇ ગઇ? દાવો કરવામાં આવ્યો છે કે નવા સચિવાલયમાં 24 કલાક કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાએ મુખ્યમંત્રી મોદીની ઓફિસમાં ગુપ્તી લઇને જવાનું કોઇ કારણ જણાવ્યું નહીં હોવાથી શંકા વધુ ઘેરી બની છે. માનવામાં આવે છે કે તેણે ભરૂચથી ગુપ્તી ખરીદી હતી. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

તેને એસઓજીની ટીમને સોંપી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં તેની સામે કોઇ ગુના નોંધાયા નહીં હોવાનું જાણવા મળે છે. તેણીનું કહેવું હતું કે તે કેટલીક વ્યરક્તિગત ફરિયાદ કરવા માટે મુખ્યમંત્રીને મળવા માંગતી હતી. તેણે છરા અંગે પોલીસને જણાવ્યું કે તેણે શાકભાજી કાપવા માટે છરો ખરીદી છે. જો કે પોલીસે આ બાબત સ્વીકારવાની ના પાડી છે.

English summary
Woman carrying knife enters Narendra Modi's office!!!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X